દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાકુપીર દાદાની દરગાહે પારંપરિક મલ્લ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. મહાભારત કાળથી ભારતિય સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખતી મલકુસ્તી આજે પણ યુવાનોની મનપસંદ છે. દ્વારકા તાલુકાનાં શિવરાજપુર ગામે જાકુપીર દાદાની પૌરાણિક દરગાહ આવેલી છે. આ દરગાહે સેંકડો વર્ષથી ભાદરવા મહિનાની પૂનમના દિવસે મલ્લ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અહીં મલ્લકુસ્તી મેળાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. ઓખા મંડળ, બારાડી અને બરડા પંથકમાંથી સેંકડો મલકુસ્તી બાજાે અને હજારો દર્શકો આ પ્રસંગે હાજર રહ્યા હતા. મલ્લકુસ્તી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને આયોજક શિવરાજપુર ગામ તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા.