જૂનાગઢમાં ચાર જિલ્લાના સરકારી કર્મચારીઓનાની વિવિધ માંગણીઓ સબબ મહારેલી યોજાઈ

0

સરકાર દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તમામ કર્મચારી આલમમાં ખુબ જ અસંતોષ અને ભારોભાર રોષની લાગણી વ્યાપી છે. કર્મચારીઓના પ્રશ્નો અને બંધારણીય મળવાપાત્ર હક્કની માંગણીઓનો કોઈ નિકાલ ના આવતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અગાઉ પણ આવેદનપત્ર પાઠવી, રેલી યોજી હડતાળો કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે જૂનાગઢ ઝોનના જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના તમામ સંગઠનના તમામ કર્મચારીઓની મહારેલીનું જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની વિવિધ ૧૫માં માંગણીઓને લઈને કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આવેદનપત્ર પાઠવી હડતાળો કરી રેલી યોજના પોતાની રજૂઆત સરકારના કારણે પહોંચાડી રહી છે. ત્યારે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો હકારાત્મક ર્નિણય ન આવતા બોહળી સંખ્યામાં કર્મચારી મંડળો સરકારની આંખ ઉઘાડવા મેદાને પડ્યા છે. જૂની પેન્શન યોજના પૂર્નઃ લાગુ કરવી, ફિક્સ પગાર પ્રથા બાબતે સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ પીટિશન પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા મુળ અસરથી બંધ કરી, ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ મુળ નિમણૂંકથી તમામ લાભ આપવા, સાતમાં પગાર પંચના બાકી ભથ્થા કરવામાં આવે, રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણુંક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણાય, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક ૧૦-૨૦૦-૩૦ વર્ષની ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર મર્યાદા સિવાય આપવો, રૂા.૧૦ લાખની મર્યાદામાં કેશલેરા મેડીક્લેમની મર્યાદા આપવી. આ ઉપરાંત વય નિવૃત્તિ ૫૮ વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓ માફક ૬૦ વર્ષ કરવી, ૩૦મી જૂને વય નિવૃત થતા કર્મચારીઓને એક ઇજાફા સહિત પેન્શનનો લાભ આપવો, ચાલુ ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં વારસદારને અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયને બદલે અગાઉની જેમ જ ત્રણ મહિનામાં પુરા પગારમાં રહેમરાહે નોકરી આપવી, ૪૫ વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપી બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ આપવા, પૂર્વસેવા તથા ખાતાકીય પરીક્ષામાં ૬૦ ટકા એ મુક્તિની જાેગવાઇ દુર કરવી, પાસ થવાના ૫૦ ટકા માર્ક્‌સના ધોરણને બદલે ૪૦ ટકા કરવામાં આવે અને ખાતાકીય પરિક્ષાના ૫ વિષયોના સ્થાને ત્રણ વિષયો રાખવામાં આવે અને અંગ્રેજી વિષયનું પેપર રદ્દ કરી ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે, પંચાયત બોર્ડ – નિગમ, નગરપાલિકા, મહાનગરપાલિકાની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓ તથા વર્કચાર્જ રોજમદાર કર્મચારીઓને સાતમાં પગારના તફાવત સહિતના તમામ લાભ આપવા, રાજ્ય સરકારના કર્મચારી ગણવા વર્ગ-૩ અને વર્ગ-૪માં આઉટ સોસિંગ પ્રથામાં થતું શોષણ દુર કરી નિયમિત ભરતી કરવી, જેમાં અનુભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા, કર્મચારીઓને નિવૃત્તી વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં અને મુદ્દતમાં ઘટાડો કરવો બદલી પાત્ર કર્મચારીઓને સંબંધીત જિલ્લામાં તથા બિન બદલી પાત્ર સચિવાલય સહિતના કર્મચારીઓને ગાંધીનગરમાં રાહતદરના પ્લોટની ફાળવણી કરવી જેવી વિવિધ માંગણીઓ કર્મચારીઓ કરી રહ્યા છે.

error: Content is protected !!