ખંભાળિયામાં વિનામૂલ્યે આયુર્વેદિક કેમ્પ યોજાયો : મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

0

ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે તાજેતરમાં સરકારના આયુષ વિભાગ તેમજ જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જુના અને હઠીલા રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ૨૦૦ જેટલા દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ઉપસ્થિત આયુષ તથા લાયન્સ ક્લબના સદસ્યો, ધીરેનભાઈ બદીયાણી, લાયન્સ પ્રમુખ વિનુભાઈ બરછા(ઘી વારા) તથા ઝોન ચેરમેન તથા સેક્રેટરી લાયન હાડાભા જામ, શૈલેષભાઈ કાનાણી, શ્રદ્ધાબેન કાનાણી તેમજ દેવભૂમિદ્વારકા જિલ્લા મહિલા મોરચા અને લાયન્સના ઉપપ્રમુખ નિમિષાબેન નકુમ, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ પોપટ વિગેરેએ ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આયુષના આયુર્વેદિક વિભાગના ડોક્ટરો તથા તેમના સ્ટાફની નોંધપાત્ર જહેમત આવકારદાયક બની રહી હતી.

error: Content is protected !!