ખંભાળિયામાં સાંસદ પુનમબેનના અધ્યક્ષ સ્થાને ૩૬૬ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

0

દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંતર્ગત રૂા.૧૧.૬૪ કરોડના ખર્ચે વિકાસના ૩૬૬ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુનમબેન માડમે જણાવ્યું કે, રાજ્યની ડબલ એન્જિન સરકારે ગુજરાતના લોકોની સુખાકારી માટે અનેક લોકહિત લક્ષી ર્નિણયો લઈને સંકલ્પથી સિદ્ધિ હાંસલ કરી છે. સામાજિક સેવામાં સરકારે સંવેદનાપૂર્વક ર્નિણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસનો પાયો નાંખ્યો છે. તેમના દિશાદર્શનમાં આજે ગુજરાત પણ વિકાસના શિખરો સર કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કેન્દ્ર સરકારની યોજનાઓની અમલવારી કરીને ગુજરાતે નવા સિમાચિહ્ન સ્થાપ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નર્મદા યોજનાથી આ વિસ્તારના લોકોને પાણીની જે સુવિધા મળી છે, તે જિલ્લા માટે વરદાનરૂપ સાબિત થઈ છે. જિલ્લાના મુખ્ય જળસ્રોતને નર્મદા યોજના સાથે જાેડવામાં આવ્યા છે. સરકારે સાચા અર્થમાં પ્રજાની વચ્ચે આવીને તેના પ્રશ્નોને વાચા આપવાની સુવિધા ઉભી કરી છે. દરેક વિભાગમાં આયોજનપૂર્વક સમતોલ વિકાસ કરવામાં આવી રહ્યો છે. છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવી છે. આ યોજનાનો લોકો સરળતાથી લાભ લઇ શકે તે માટે પણ અનેરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ખાતમુહૂર્ત અને લોકાર્પણથી ભાણવડ અને ખંભાળિયા તાલુકાના લોકોને અનેક સુવિધાઓ મળી રહેશે. નગરપાલિકા પ્રમુખે વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ કામોથી લોકોની સુખ, સુવિધામાં વધારો કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરૂ છું. આ કાર્યક્રમ ઇન્ચાર્જ કલેકટર ડી.જે. જાડેજાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા પ્રાંત કક્ષામાં રૂા.૬.૮૨ કરોડના ખર્ચે વિકાસના વિવિધ ૨૨૯ કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂા.૪.૭૨ કરોડના ખર્ચે ૧૩૭ કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ વિવિધ યોજનાની માહિતી દર્શાવતી ફિલ્મનું નિદર્શન કર્યું હતું. ભાણવડ મામલતદાર ગોહેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્ર કણઝારીયા, મહિલા અને બાળ સમિતનિના ચેરમેનના પ્રતિનિધિ પ્રતાપ પીંડારીયા, પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, મહિલા મોરચાના નિમિષાબેન નકુમ, અનીલભાઇ તન્ના, દિનેશભાઈ દતાણી, પ્રભાત કાળુભાઈ ચાવડા, ભરતભાઈ ચાવડા, વિરપારભાઈ ગઢવી, કાનભાઈ કરમુર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!