દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાણે મેઘ મહેરરૂપી કુદરતની મહેરબાની વર્ષી હોય તેમ લાગી રહ્યું છે પરંતુ સતત વરસાદના કરને ખેડૂતોને ખૂબ જ મોટું નુકશાન થયું છે. ૧૪૨ ટકા વરસાદના કારણે ખેડૂતોએ ૨-૨ વખત વાવણી કરવા છતાં ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકાના મોટાભાગના ગામોમાં ખેડૂતોને અતિવૃષ્ટિનો ભોગ બનવું પડ્યું છે તેમાંય જે કાંઠાળ એટલે કે કાઠી વિસ્તાર કહીએ છીએ તેવો આખો વિસ્તારમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ઉપરથી અત્યારે ખેડૂતોના ખેતરમાં જે ઘાસ ઊગી નીકળ્યું છે તે કાઢવામાં ખર્ચ અલગથી થયો છે એ વિસ્તારની સાથે સાથે રાવલ સાની મેઢાક્રિક આસપાસનો વિસ્તારમાં દરેક ખેડૂતોને પ્રતી વિધે ઓછામાં ઓછું ૧૫-૨૦ હજારથી ૩૫-૪૦ હજારનું નુકશાન થયું છે. સરકાર દ્વારા અનેક વખત પાક નુકશાનીના સર્વે કરાવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ઓખા મંડળના એકપણ ગામમાં કે કલ્યાણપુર તાલુકાના એકપણ ગામમાં હજુ સુધી કોઈપણ વ્યક્તિ, કર્મચારી, અધિકારી હજુ સુધી સર્વે કરવા આવ્યા નથી દુઃખની વાત તો એ છે કે ઓખા મંડળના ઘડેચી ગામમાં સર વિસ્તારમાં ખેતરોમાં આજે પણ નાવડી હોળી ચાલે તેટલા પાણી ભરેલા છે. તળાવ, સરોવર, દરિયામાં નૌકા વિહાર કર્યો હશે અમો આપ સાહેબને આજે ખેતરમાં નૌકા વિહાર કરવા માટે આમંત્રણ આપવા આવ્યા છીએ અમને પૂરો વિશ્વાસ છે કે આપ સાહેબ અમારા ખેતરમાં નૌકા વિહાર કરવાના આમંત્રણનેમાં આપી અવશ્ય પધારશો અને નૌકા વિહાર કર્યા પછી અમારા ખેડૂતોની લાગણી, પીડા, દુઃખ, દર્દ સમજશો અને તાત્કાલિક સર્વે કરવી અમને સહાયરૂપી આધાર બનશો. એવી જ રીતે ખેડૂતોના ખેતરમાં ઉભો પાક સુકાતો હોય, બોર કૂવામાં પાણી હોય પરંતુ વીજળી ગુલ થઈ જવાના કારણે ખેડૂતોને જરૂર હોય ત્યારે જ વીજળી ગાયબ થઈ જવાના કારણે ખેડૂતોએ નિઃસહાય થઈ જવું પડે છે. સરકાર દ્વારા ૬૬કેવી ચાસલાના સબસ્ટેશન મંજુર કરી ૧૦ વર્ષથી તૈયાર કરી દેવામાં આવ્યું છે પરંતુ ૧૦ વર્ષથી તૈયાર આ ૬૬કેવીને રીબીન કાપી લોકાર્પણ કરવાનો સરકાર, તેમના પદાધિકારીઓ કે અધિકારીઓને હજુ સમય મળ્યો નથી. ૧૦ વર્ષ મશીનરી પડતર રહેવાના કારણે સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ એનો ખર્ચ છેલ્લે તો જનતા એ જ ભોગવવાનો છે. શું સરકારને લોક ઉપયોગી બનેલ ૬૬કેવી સબસ્ટેશન લોકાર્પણ કરવાનો પણ સમય નથી મળતો ? જાે આ ૬૬કેવી કાર્યરત કરવામાં આવે તો ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ ગામોને સીધો જ ફાયદો થાય તેમ છે. આમ આપ સાહેબને નમ્ર અનુરોધ છે કે, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ પાક નુકશાની અંગે તાત્કાલિક સર્વે કરવામાં આવે, ૬૬કેવી સબસ્ટેશન ચાસલાનાને કાર્યરત કરવામાં આવે, જાે દિવસ ૧૫માં અમારી ઉપરોક્ત બંને માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો અમારે મજબુરન ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવી પડશે જેની સંપૂર્ણપણે જવાબદારી આપની રહેશે તેવી કિસાન કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી છે.