બ્રહ્મલીન દ્વિપીઠાધિશ્વર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજને દ્વારકાવાસીઓએ શ્રધ્ધાંજલી અર્પી

0

બ્રહ્મલીન દ્વિપીઠાધિશ્વર અનંતશ્રી વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતી મહારાજને શ્રધ્ધાંજલી આપવા શારદાપીઠ દ્વારકામાં સભા યોજાઈ હતી. સભાનાં અધ્યક્ષ સ્થાને અખીલ ભારતીય સાધુ સમાજનાં અધ્યક્ષ મુકતાનંદ બાપુ સાથે સ્વામીનારાયણ સંપ્રદાય, રામાનંદ સંપ્રદાય, અખાડા પરીષદનાં સાધુ-સંતો, અગ્રણીઓ, વેપારી સંગઠનો, ૪૯ જેટલી જ્ઞાતિ સમાજનાં અધ્યક્ષો, દ્વારકાધીશ મંદિરનાં પુજારીઓ, રીલાયન્સ કંપનીનાં પરીમલભાઈ નથવાણીનાં પ્રતિનિધિ તથા સમગ્ર સનાતન ધર્મનુરાગીઓ આ શ્રધ્ધાંજલી સભામાં ઉપસ્થિત રહી પૂજય મહારાજને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી. તેમજ મુખ્યમંત્રીએ શોક સંદેશ પાઠવી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.

error: Content is protected !!