સરગવાડાના વેલ્ડીંગ વર્કરના પુત્રએ નીટ યુજીની પરીક્ષામાં ૫૭૧ માર્કસ મેળવ્યા

0

જૂનાગઢના સરગવાડા ગામે રહેતા અને વેલ્ડીંગનું કામ કરતા દિનેશભાઈ વાઘેલાના પુત્ર હિમાંશુ વાઘેલાએ તાજેતરમાં લેવાયેલ ૧૨ સાયન્સનીની પરીક્ષામાં ૫૭૧ માર્કસ મેળવીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. હિમાંશુ વાઘેલાને નાનપણથી જ ડોક્ટર બનવાની ઈચ્છા હતી એવા સમયે તેમનો સંપર્ક સરગવાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા જમનાદાસ બી. ચૌહાણ સાથે થયો અને જાણે કે તેમના નસીબ ખુલી ગયા હોય તેમ તેમણે જમનાદાસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક કક્ષાએથી જ તનતોડ મહેનત કરવાની શરૂ કરી દીધેલ હતી અને આ સિધ્ધિ પ્રાપ્ત કરી શક્યો હતો. આ બાબતે હિમાંશુ વાઘેલાએ જણાવ્યું હતું કે, જમનાદાસ ચૌહાણે મને પ્રાથમીક શિક્ષણ અને નવોદયનું માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. જેથી હું નવોદય વિદ્યાલયમાં પાસ થયેલ હતો. ત્યારબાદ ૧૨માં ધોરણમાં મેં નીટની પરીક્ષા આપેલ જે કોરોનાને કારણે થોડોક અભ્યાસમાં કમી રહી ગઈ હતી. જમનાદાસ ચોૈહાણના માર્ગદર્શનથી જમનાદાસ ચોૈહાણને પહેલેથી જ ખ્યાલ હતો કે મારે ડોક્ટર બનવું છે એટલે મેં મારા ગુરૂને મેં પૂછ્યું કે, મારે હજી ફરીથી પરીક્ષા આપવી છે. નીટની તો છાપામાં જાહેરાત આવતા મને તે ચિઠ્ઠી મોકલે મેં કીધું તારી ઈચ્છા છે તો તું ફીનોલ ઇન્સ્ટિટયૂટ રાજકોટમાં દાખલ થઈ જાય તેમાં ટ્યુશન ક્લાસમાં ગોસ્વામીનું માર્ગદર્શન મળશે. મારા ગુરૂ પંદર દિવસે એક વખત ગોસ્વામી સાથે ચર્ચા કરતા તેની માહિતી મેળવતા. એક વર્ષ સુધી તેને ખૂબ મહેનત કરી જેનું સપનું સાકાર થઈ ગયું છે જેનો બધો જ શ્રેય મારા ગુરૂ ચૌહાણ જમનાદાસ ભાણજીભાઈ અને મારા માતા-પિતાને આપું છું, સમાજને આવા ગુરૂની જરૂર છે જે ગરીબ માણસોના બાળકોનું ધ્યાન રાખે છે.

error: Content is protected !!