Tuesday, March 21

ગુજરાતમાં જીએસટીની પ્રક્રિયા સરળ બનાવી વેપારીઓ તરફે નિર્ણય કરવાની ખાત્રી આપતા કેજરીવાલ

0

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવીને ચૂંટણી વચનોની લ્હાણી આપી હતી. અમદાવાદમાં વેપારીઓને સંબંધોન કરતા કહ્યું હતું કે, જીએસટી પ્રક્રિયા સરળ કરી છ મહિનામાં રિફંડ અપાશે તેમજ માલ વેંચાણની ચૂકવણી માટે નિયમો સરળ બનાવાશે. આ બેઠકમાં તેઓએ રોજગાર ગેરંટી, ડ્રગ્સ સહિતનાં મુદ્દે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અમદાવાદની મુલાકાત દરમ્યાન કેજરીવાલે એક રીક્ષા ચાલકનું આમંત્રણ સ્વિકારી તેનાં ઘરે ભોજન ગ્રહણ કર્યું હતું અને રીક્ષા ચાલકોની સમસ્યાઓ દુર કરી તેમનાં બાળકોનાં ભવિષ્યને ઉજવળ બનાવવાની પણ ખાત્રી આપી હતી.

error: Content is protected !!