તા.૧૪ સપ્ટેમ્બર બુધવારના રોજ ભરણી નક્ષત્ર શ્રાદ્ધ છે. આ શ્રાદ્ધનું મહત્વ એ છે કે, જે લોકો જીવનમાં તીર્થયાત્રા ન કરી શકયા હોય અને ગંગા નદીમાં સ્નાન ન કરી શક્યા હોય અને મૃત્યું પામ્યા હોય તેમની પાછળ ભરણી નક્ષત્રના દિવસે તર્પણ પિંડદાન કરવામાં આવે છે. બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવે તો શ્રાદ્ધ કરાવનારને તીર્થયાત્રા યાત્રા કરવાનું ફળ મળે છે અને ગયામાં શ્રાદ્ધ કરવાનું પણ ફળ મળે છે અને જેની પાછળ શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હોય તેને પણ મોક્ષ ગતિ મળે છે. આ શ્રાદ્ધ કોઈપણ વ્યક્તિ કરાવી શકે છે.
– શાસ્ત્રી રાજદીપ જાેશી(વૈદાંતરત્ન)