જામકંડોરણા તાલુકા ક્ષત્રીય સમાજ દ્વારા સમાજ ભવન માટે જયોત યાત્રા કઢાશે

0

જામકંડોરણા તાલુકાના ક્ષત્રીય સમાજના ગામોમાં સમાજ ભવન નિર્માણ માટે નવરાત્રીમાં ભવ્ય સંગઠન જયોત યાત્રા કાઢવામાં આવશે. જામકંડોરણા રાજપૂત સમાજ ભવન જ્યારે ભવ્ય બનવા જય રહ્યું છે ત્યારે આગામી નવરાત્રી દરમ્યાન ભવ્ય અખંડ જ્યોત યાત્રાનું ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ તેમજ રાજ્યના મંત્રી કીર્તિસિંહ વાઘેલાને રૂબરૂ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં શક્તિસિંહજી કોટડાનાયાણી, રાજાેઉત૫ સમાજના પ્રમુખ તેજુભા જાડેજા, ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહજી વાળા, સમાજના ટ્રસ્ટી હેમતસિંહજી ચરેલ, વડીલ દાનુભા જાડેજા, સમાજના મંત્રી દિગ્વિજયસિંહ જાડેજા સાતુંદળ, ક્ષત્રિય યુવક મંડળ મંત્રી ક્રિપાલસિંહ જાડેજા પીપરડી, ક્ષત્રિય યુવક મંડળ ઉપપ્રમુખ અને કરણી સેના પ્રમુખ હરપાલસિંહ જાડેજા પાદરિયા, તાલુકા પં.કા. ચેરમેન ધ્રુપાલસિંહજી જાડેજા થોરડી, પૂર્વ યુવા પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ જાડેજા મેઘાવડ, ચરેલ સરપંચ અશોકસિંહ જાડેજા, ચરેલ ઉપપ્રમુખ અનિરૂદ્ધસિંહ ચુડાસમા, યુવક મંડળ સહમંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ, યુવા અગ્રણી મેઘાવડ લઘધીરસિંહ જાડેજા, હરદેવસિંહ કુંભારડી, પદુભા ચુડાસમા જીંજર સહિત સમગ્ર ટીમ હાજર રહી હતી.

error: Content is protected !!