માંગરોળમાં આંગણવાડી બહેનોએ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી રેલી યોજી

0

સમગ્ર ગુજરાતમાં સરકારી કર્મચારી પોતાના પ્રશ્નોને લઇ સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. ત્યારે માંગરોળમાં આંગણવાડીની ૩૫૦ જેટલી કાર્યકર બહેનો અને તેડાધર બહેનો પણ પોતાની માગણીઓ લઈને માંગરોળના ઐતિહાસિક ટાવર ગ્રાઉન્ડમાં એકઠી થઈ હતી અને ત્યાંથી જુના બસ સ્ટેન્ડ અને સેક્રેટરીએટ સુધી મોટી રેલી કાઢી હતી. મહિલાઓનું શોષણ બંધ કરો – બંધ કરો, લઘુતમ વેતન ચાલું કરો ના સુત્રોચ્ચાર સાથે આંગણવાડી વર્કર બહેનોની રેલી સેક્રેટરીએટ પહોચી હતી. ત્યાં ટીડીઓ અને મામલતદાર કચેરી સામે દેખાવો કરી મહિલાઓનું શોષણ બંધ કરો ના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમની વિવિધ માંગણીઓ બાબતે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું અને સરકાર ઉપર આક્ષેપ મુકતા કહ્યું હતું કે, ‘સરકાર જ મહિલાઓનું શોષણ કરે છે. આજે અમારા સંગઠનનાં નેજા હેઠળ સમગ્ર માંગરોળ તાલુકાની બહેનો હડતાળ ઉપર ઉતર્યા છીએ. અમારી મુખ્ય માંગ છે કે, માનદ વેતનમાંથી લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે. હાલ કારમી મોંઘવારી છતાં વર્કર બહેનોને માત્ર ૭,૮૦૦ અને હેલ્પર બહેનોને માત્ર ૩,૯૫૦ ચુકવવામાં આવે છે . આવી મોંઘવારી વચ્ચે આટલા ઓછા વેતનમાં બહેનો પોતાનું ઘર કઈ રીતે ચલાવી શકે ? તો જે પ્રમાણેની કામગીરી સોંપાય છે તે પ્રમાણે વેતન પણ સરકારે ચૂકવી લઘુતમ વેતનમાં જ અમારો સમાવેશ કરવો જાેઈએ. ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી મહિલાઓનું જ શોષણ કરતી હોવાનો આરોપ મુકતા જણાવ્યું હતું કે, અમને અનેક પ્રકારના કામો સોંપી પ્રેશર આપવામાં આવે છે. આરોગ્યના કામો, વૃધ્ધા પેન્શનના ફોર્મ ભરાવવા, પોલિયોની કામગીરી, ઈ ફોર્મ, સગર્ભા બહેનોના ફોર્મ વગેરે કોઈ પણ સરકારી કામગીરી અમારી ઉપર થોપી દેવામાં આવે છે. અમને ફક્ત સાત હજાર પગારમાં આટલી બધી કામગીરી સોંપવામાં આવે છે કે, અમે અમારા ખુદના બાળકોને પણ સમય આપી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આંગણવાડી અને આશાવર્કર બહેનોની માંગને લઈ સરકાર ક્યારે અને શું ર્નિણય લેશે તે જાેવું રહ્યું.

error: Content is protected !!