દેશમાં સેકન્ડ હેન્ડ કારનું બજાર ૧.૮૦ લાખ કરોડ ઉપર

0

ભારતમાં યુઝડ(વપરાયેલ) કારનું બજાર રૂા.૧.૮૦ લાખ કરોડ(૨૩ અબજ)ને વટાવી ગયું છે. તે જ સમયે, આગામી પાંચ વર્ષમાં યુઝડ કાર માર્કેટ વાર્ષિક ૧૯.૫ ટકાના દરે વધવાની અપેક્ષા છે. ઈન્ડિયન બ્લુ બુક રિપોર્ટ અનુસાર, વપરાયેલ વાહનોની ખરીદી અને વેંચાણના વ્યવસાયમાં અસંગઠિત ક્ષેત્રનો દબદબો છે. વપરાયેલી કારના મોટા ભાગના સોદા રોડસાઇડ ગેરેજ-મિકેનિક્સ, નાના દલાલો અને વાહન માલિકો વચ્ચે થાય છે. મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસના સીઈઓ આશુતોષ પાંડેએ જણાવ્યું હતું કે, ‘દેશમાં મધ્યમ આવક ધરાવતા લોકોમાં વપરાયેલી કારની પસંદગી છે.’ બીજી તરફ, ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, નવી અને વપરાયેલી કારના વેંચાણ વચ્ચેનું અંતર ઘટયું છે. યુઝડ કાર માર્કેટમાં સંગઠિત ક્ષેત્રનો હિસ્સો હાલમાં લગભગ ૨૦ ટકા છે, જે ૨૦૨૬ સુધીમાં ૪૫ ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. યુવાનો અને મધ્યમ આવક જૂથ સાથેની નિકાલજાેગ આવક સાથે આ વ્યવસાય ઝડપથી વધી રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં યુઝડ કાર માર્કેટને વેગ મળશે. ૨૦૨૧-૨૨માં ૩૫ લાખ જુની કાર વેંચાઇ હતી. વિશ્વમાં ૪ કરોડ વેંચાઇ હતી. ૧૫ ટકા મહિલાઓ ખરીદી રહી છે. યુઝડ કાર ૭૦,૦૦૦ કિમી ચાલ્યા બાદ ભારતમાં મોટાભાગે લોકો કાર બદલાવી નાખતા હોય છે.

error: Content is protected !!