જૂનાગઢમાં અથડાય જતા હુમલો : માર માર્યો

0

જૂનાગઢમાં સેઝની ટાંકી, ભરત એપાર્ટમેન્ટ પાસે, લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ સામે રહેતા જતીનભાઈ દીલીપભાઈ ભટ્ટ(ઉ.વ.૩૩)એ સબીર સુલેમાન હાલા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી જમીને ચાલવા જતા હોય અને જૂનાગઢ બસ સ્ટેશન પાછળ જતા હતા ત્યાં એક અજાણ્યો શખ્સ ફરિયાદી સાથે ભટકાયેલ અને બિભત્સ શબ્દ બોલવા લાગેલ, ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપીએ દુકાનની પાળીમાં લાકડી પડેલ તે લાકડીથી માર મારેલ અને લોહી નીકળતા ફરિયાદીને માથા તેમજ ડાબા ગાલે માર મારેલ અને ફરિયાદીને ઢસડેલ દરમ્યાન ફરિયાદી રાડારાડ કરતા માણસો ભેગા થઈ ગયા હતા. આ દરમ્યાન આરોપી નાશી ગયેલ. વાતવાતમાં જાણવા મળેલ કે, આરોપી સબીર સુલેમાન હાલા હતો. આ ઝપાઝપીમાં ફરિયાદીને એક ટાંકો ડાબા ગાલમાં અને એક ટાંકો કાન પાસે આવેલ છે. જે અંગે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માણાવદરનાં ઈન્દ્રા ગામે ઝપાઝપી, મંગલસૂત્ર ઝુંટવી લીધું
જૂનાગઢનાં આદીતીનગર, ટીંબાવાડી ખાતે રહેતા અને મુળ ગામ ઈન્દ્રાનાં જયોતિબેન રાકેશભાઈ રાણવા(ઉ.વ.૪૦)એ દક્ષાબેન વિનુભાઈ રાણવા, સુમીત્રાબેન લખનભાઈ, ગીતાબેન નવનીતભાઈ, રીનાબેન ભુરાભાઈ અને સંજય માધાભાઈ રાણવાની પત્ની કે જેનું નામ આવડતું નથી તે તમામ સામે ગેરકાયદેસર મંડળી રચી તથા સાહેદોને ઢીકાપાટુથી માર મારી અને આરોપી નં-૩એ ઝપાઝપીમાં સાહેદ મીરાબેનનાં સોનાનું મંગલસૂત્ર રૂા.૧પ હજારની કિંમતનું ઝુંટવી લઈ નાશી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માંગરોળનાં દરસાલી ગામે દુકાનમાંથી રૂા.૧.૩૦ લાખની ચોરી
માંગરોળનાં દરસાલી ગામે રહેતા અંકિતભાઈ જમનભાઈ કયાડાએ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદ જણાવેલ છે કે, ફરિયાદીની દુકાનમાં રાત્રી દરમ્યાન કોઈ ચોર ઈસમે દુકાનની પાછળનાં દરવાજાનાં નકુચા તોડી પ્રવેશ કરી મોબાઈલ બેલેન્સનાં રૂા.૭૦ હજાર તેમજ થડાની નીચે રાખેલ પતરાની પેટીમાં વેપારનાં રૂા.૬૦ હજાર મળી કુલ રૂા.૧.૩૦ લાખની મતા ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા શીલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વંથલી : ટીવી તથા રોકડ અને અગત્યનાં દસ્તાવેજની ચોરી
વંથલી તાલુકાનાં લુસાળા ગામે એસબીઆઈ બેંક તથા પોસ્ટ ઓફીસમાંથી રોકડ તેમજ અગત્યનાં દસ્તાવેજાેની ચોરી કરવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, જૂનાગઢનાં મધુરમ બાલાજી ડ્રીમસીટી, મકાન નં-૬૩ ખાતે રહેતા તલ્લીનકુમાર રમણલાલ રાણા(ઉ.વ.૪૧)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, કોઈ અજાણ્યા શખ્સે લુસાળા બેંકનાં દરવાજાનાં તાળા તોડી અજાઆ કંપનીનું બ્લેક કલરનું ડીવીઆર રૂા.૭૦ હજારનું તથા લુસાળા પોસ્ટ ઓફીસમાં દરવાજાનો હુક કાઢી પ્રવેશ કરી લોખંડની તિજાેરી લઈ જઈ જેમાં રોકડા રૂા.૩૪,૭૪પ, ચેક બુકો નંગ-૪૯ તથા એટીએમ કાર્ડ નંગ-ર૬૯ તથા ઈન્ડિયન પોસ્ટલ ઓર્ડરો તથા કોરા કવરોની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માળીયાના નાની ધણેજ ગામે કુવામાં પડી જતાં બાળકીનું મોત
માળીયા હાટીના તાલુકાના નાની ધણેજ ગામે આરૂષી નામની બાળકીનું કુવામાં પડી જવાથી મૃત્યું થતાં ગમગીની વ્યાપી ગઇ હતી. નાની ધણેજના વાડી વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઇ જુંજીયાની પાંચ વર્ષીય દીકરી આરૂષી ગત રાત્રે કુવાના કાંઠે રમતી હતી. આ દરમ્યાન બાળકી રમતા રમતા કુવામાં પડી જતા તેનું પાણીમાં ડુબી જવાથી કરૂણ મૃત્યું નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં માળીયા ખાતેથી એએસઆઇ વી.એમ. કોડીયાતર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!