વરસાદી માહોલ વચ્ચે ગિરનારનો અદભૂત નજારો : લોકોમાં આનંદનો માહોલ

0

જૂનાગઢ સહિત સોરઠના વિવિધ વિસ્તારોમાં હાલ ભાદરવા માસમાં વરસાદની સીસ્ટમ બંધાવાનાં કારણે દરરોજ હળવાથી ભારે ઝાપટાનો દોર રહે છે. બે દિવસ પહેલા ૩ ઈંચથી વધારે વરસાદ પડી ગયો છે. દરરોજ સાંજનાં સમયે ૬ વાગ્યા પછી વરસાદનો માહોલ ઉભો થાય છે અને હળવાથી ભારે વરસાદ પડી રહે છે. ગઈકાલે પણ અડધો ઈંચ વરસાદ સાંજનાં સમયે પડયો હતો. જયારે આજે સવારથી જ વાતાવરણ વરસાદમય બની ગયું છે. રીમઝીમ વરસાદનાં આ માહોલમાં ખાસ કરીને ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં પ્રાકૃતિનું અનેરૂ સૌંદર્ય ખીલી ઉઠયુું છે. ગરવા ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં આવનારા પ્રવાસીઓને ગિરનારજી મહારાજની પહાડીઓમાં વનરાજી જે ખીલી ઉઠી છે અને અદભૂત સોૈંદર્યનો અનુભવ જાેવા મળી રહ્યો છે. આજે જુદા-જુદા ધાર્મિક સ્થળોએ ભાવિકો સવારથી જ જાેવા મળ્યા હતા. તેમજ સુપ્રિધ્ધ દામોદર કુંડ ખાતે પણ ભાવિકોનો પ્રવાહ જાેવા મળ્યો હતો.

error: Content is protected !!