ખંભાળિયાની શાળાનો વિદ્યાર્થી રૂદ્ર વામન અવતારમાં સમગ્ર દેશભરમાં છવાયો

0

તપોભૂમિ હરિદ્વાર ખાતે ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ખંભાળિયાની જાણીતી ધી પ્રેસિડેન્ટ સ્કૂલના પ્લેહાઉસ વિભાગના વિદ્યાર્થી રૂદ્રએ ભગવાન વામનના આબેહૂબ અવતાર ધારણ કરી, પોતાની બાળ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. આ સમગ્ર પ્રસંગ લક્ષ્ય ટીવી ઉપર લાઈવ પ્રસારીત થયો હતો. લાઈવ પ્રસારણમાં સમગ્ર દેશમાં ઝળકેલા બાળ કલાકાર રૂદ્રની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા અભિનય ક્ષમતા અને બાળ પ્રતિભાને હૃદયપૂર્વક બિરદાવી, અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!