ખંભાળિયા, ભાણવડ પંથકમાં પશુઓના પ્રતિબંધિત કેમિકલના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે

0

૧૮ હજાર જેટલા કેમિકલ યુનિટ કબજે ઃ એસઓજી પોલીસની કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર તથા ભાણવડ પંથકમાં પશુઓ વધુ દૂધ આપે તે માટે અપાતા શંકાસ્પદ કેમિકલયુક્ત ઇન્જેક્શન(ર્ટઅર્ંષ્ઠૈહ)ના જથ્થા સાથે ત્રણ શખ્સોને એસઓજી પોલીસે ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે એસઓજી પોલીસ સૂત્રો દ્વારા સાંપળેલી વિગત મુજબ પોલીસ તંત્ર દ્વારા નશાકારક દવાઓ, સીરપ તથા ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેંચાણ કરવા સામે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત સ્ટાફના એેએસઆઈ મહંમદભાઈ બ્લોચને મળેલી બાતમીના આધારે જુદા-જુદા વિસ્તારોમાં દુધાળા પશુઓ વધુ માત્રામાં દૂધ આપે તે માટે તેમને શંકાસ્પદ પ્રવાહી યુક્ત કેમિકલના ઇન્જેક્શનની વેટરનરી નીડલ તથા બોટલોનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી જુદીે-જુદી ટીમ બનાવી અને આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા પંથકમાં એએસઆઈ રાજેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ મનુભા, વિજયસિંહ ઘેલુભા દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ખંભાળિયામાં ચાંદાણી મસ્જિદ સામે રહેતા વનરાજસિંહ રામસંગ જાડેજાના કબજામાંથી પોલીસે શંકાસ્પદ પ્રવાહી(ઓક્સિટોસિન)ની ૧૪,૯૦૦ની કિંમતની ૧૪,૯૦૦ બોટલ કબજે કરી, ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં ભાણવડ વિસ્તારમાં એએસઆઈ મહંમદભાઈ યુસુફભાઈ, કોન્સ્ટેબલ પબુભાઈ માયાણી અને ખેતશીભાઈ મૂન વિગેરેની ટીમ દ્વારા ચોખંડા ગામના નવાપરા વિસ્તારમાંથી કરસન કેસુર ગોજીયાના કબજામાંથી રૂપિયા ૨,૦૦૦ની કિંમતની ૨૦૦૦ નાની બોટલો(ઓક્સિટોસિન) કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત કલ્યાણપુર વિસ્તારમાં એસઓજીના એએસઆઈ હરપાલસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, ભીખાભાઈ ગાગિયા તથા જીવાભાઈ ગોજીયાની ટીમ દ્વારા આ અંગે કાર્યવાહી કરી, ભાટીયા ગામના રામદે લાખા વલાણી નામના શખ્સના કબજામાંથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની રૂા.૮૦૦ની કિંમતની ૮૦૦ નાની બોટલ(ર્ટઅર્ંષ્ઠૈહ) તેમજ ૨૦૦ મી.લી.ની ૧૮ બોટલ, વેટરનરી નીડલ વિગેરે કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, એસઓજી વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઇન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ કેમિકલયુક્ત પ્રવાહી(ર્ટઅર્ંષ્ઠૈહ)ની રૂપિયા ૨૧,૦૬૦ની કિંમતના ૧૭,૭૪૮ યુનિટ કબજે કરી, વેંચાણ કરતા શખ્સો સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

error: Content is protected !!