આજે વિશ્વ ઓઝોન દિવસ, ચાલો… પર્યાવરણને સ્વચ્છ રાખીએ

0

આજનાં સમયમાં દરેક વ્યકિત પોતાની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે અલગ-અલગ રીતે પર્યાવરણને નુકશાન પહોંચાડતા હોય છે. જેથી કરીને આવા અતિ ગંભીર સમયમાં આપણે બધાને સાથે મળીને પર્યાવરણને દુષિત થતું અટકાવવા ઘણી રીતો અનુસરવી પડશે. જેમ આપણને સ્વસ્થ રહેવા માટે પ્રદુષણમુકત તાજી હવા અને સ્વચ્છ પાણીની જરૂર પડે છે તેમ સારા વાતાવરણની પણ જરૂર પડે છે. આજે આપણે જયાં નજર ફેરવીએ છીએ ત્યાં મસમોટી ઉંચી-ઉંચી બિલ્ડીંગ્સ સિવાય બીજું કશું જ જાેવા નથી મળતું અને ઈમારતો બનાવવા માટે લોકો જેમ-તેમ આડેધડ વૃક્ષોનું છેદન કરી રહ્યા છે જેની પર્યાવરણ ઉપર એક નકારાત્મક અસર પડે છે અને આ વસ્તુ ઓઝોનનાં સ્તરને નુકશાન પહોંચાડવામાં પણ જવાબદાર બને છે. વિશ્વ ઓઝોન દિવસ ઉજવવાનો હેતુ લોકોને ઓઝોન સંરક્ષણ માટે જાગૃત કરવાનો છે. ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૭નાં રોજ યુનાઈટેડ નેશન્સ અને આશરે ૪પ દેશોમાં મોન્ટ્રીપલ પ્રોટોકોલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ પહેલીવાર ૧૬ સપ્ટેમ્બર ૧૯૯પનાં રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરનાં રોજ ઉજવણી કરવામાં આવે છે. ઓઝોન એ ઓકિસજનનાં ત્રણ પરમાણું સાથે મળીને તૈયાર થતો ગેસ છે અને તે પૃથ્વીનાં વાયુમંડળનું એક આવરણ છે. જે સૂર્યમાંથી નિકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી માનવ જાતિને બચાવવાનું કામ કરે છે. રોજીંદા જીવનમાં આપણે વિઝળીનો પણ ખોટી રીતે નકામો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે બિનજરૂરી પાણીનો પણ અઢળક બગાળ કરતા હોઈએ છીએ તે ખરેખર આપણા માટે હિતાવહ નથી. તેથી તેનાં ઉપર કાબુ રાખવું અને જરૂરીયાત પુરતો ઉપયોગ કરવો એ આજનાં યુગમાં ખૂબ જરૂરી છે. રોજ-બરોજ બહોળી સંખ્યામાં વધતા જતા વાહનો અને તેમાંથી નિકળતો ધુમાડો વાતાવરણમાં ભળવાથી પર્યાવરણને તો ખરાબ પણ એજ ઝેરી ધુમાડો શ્વસનક્રિયાથી આપણા શરીરમાં પ્રવેશતા ઘણી બિમારીઓનું જળ બને છે. તેવી જ રીતે આપણે સ્કૂલ-કોલેજ અથવા ઓફિસ જવા માટે પ્રાઈવેટ વ્હિકલ નહી પણ બેટરી વાળી ગાડી અથવા તો સાયકલનો ઉપયોગ કરીએ તો પ્રદુષણ પણ નહી થાય, ઈંધણ ખર્ચ પણ બચસે અને સ્વાસ્થ્યની સાથે સાથે પર્યાવરણને પણ નુકશાન નહી પહોંચશે. આપણે સોૈએ જેમ બની શકે તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જાેઈએ જે સોૈથી સારી બાબત કહી શકાય કારણ કે, પ્લાસ્ટિકને સડતા ઘણા વર્ષો લાગી જાય છે અને તે પૃથ્વીને ઘણું ખરૂ નુકશાન પહોંચાડે છે. લોકો જયાં ત્યાં પ્લાસ્ટિક ફેંકી દે છે અને તે થોડા સમય પછી ઉકરડાનું સ્વરૂપ બને છે તેવી જ રીતે લોકો જયાં ત્યાં ટાયરો સળગાવતા હોય છે. પ્લાસ્ટિક સળગાવતા હોય છે અને તેમાંથી નિકળતો ધુમાડો વાતાવરણમાં મિશ્રણ થવાથી તેનો ભોગ આખરે આપણે જ બનતા હોઈએ છીએ અને આ બધી વસ્તુએ ઓઝોન સ્તરને નષ્ટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઓઝોન સ્તર વગર આપણે કોઈ જીવી શકતા નથી કારણ કે, આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનાં કારણે ચામડીનું કેન્સર, પાકને નુકશાન, દરિયાઈ જીવોને નુકશાન તથા હિમખંડ ઓગળવાનાં કારણે ઘણા વિસ્તારોમાં પુર સહિતનાં અનેક જાેખમો થઈ શકે છે તો આપણે એવી વસ્તુઓ ન અપનાવવી જાેઈએ કે જેનાથી ઓઝોનનાં સ્તરને નુકશાન પહોંચે અને તેનો ભોગ આપણે જ બનીએ. તો જેમ બની શકે તેમ વધુ વૃક્ષો વાવવા જાેઈએ કારણ કે, આપણી પૃથ્વીનાં રખેવાળ બીજું કોઈ નહી પણ આપણે જ છીએ તો આજે આપણે પૃથ્વીને બચાવીશું તો જ આપણી આવનારી પેઢી પૃથ્વીને સારી રીતે જાેઈ શકશે તેમ જૂનાગઢનાં યંગ એન્વાઈરમેન્ટલિસ્ટ અલ્ફેઝ ભટ્ટીએ જણાવ્યું હતું. અલ્ફેઝ ભટ્ટી ઘણા સમયથી પર્યાવરણને બચાવવા અભિયાનો પણ ચલાવે છે અને તેમનાં મિત્રો દ્વારા સાથે મળીને ‘હ્મુમાનિટી ફર્સ્ટ’ નામથી એનજીઓ પણ ચલાવે છે જે જરૂરીયાતમંદ લોકોની મદદ અને પર્યાવરણ બચાવવા માટે કામ કરે છે.
લેખન ઃ અલ્ફેઝ ભટ્ટી

error: Content is protected !!