સમગ્ર રાજ્યમાં ઘણા દિવસોથી પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થયો છે. જેમાં અનેક પશુઓ મોતને ભેટયા છે. હાલમાં પણ લમ્પી રોગનો વધું પ્રસરી રહ્યો છે. ત્યારે પશુપાલકો મુંઝવણમાં મુકાયા છે. લમ્પી પીડીત પશુઓની સારવાર માટે ખર્ચ કરવા છતાં અનેક પશુઓને લમ્પી રક્ષણ સામે સફળતા મળી નથી. જે બાબતની ચિંતા સાથે કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલ શ્રી પુરૂષોતમ લાલજી ગૌશાળા દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. લમ્પી પીડીત પશુઓ માટે આયુર્વેદિક મલમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે ગેરૂ, હળદર, કુવાર પાઠું, કપુર, ગોટી સહિતનો ઉપયોગ મલમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના માટે ગૌશાળાની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. ખમીદાણા આજુબાજુના તથા અન્ય દુરના ગામો સુધી જઈને કુવાર પાઠું એકઠું કરી છેલ્લ દર ચાર દિવસથી દરરોજ ચારસો કિલો જેટલો મલમ બનાવવામાં આવે છે. જે દરરોજ સાતસોથી આઠસો પશુઓ માટે પશુપાલકો લેવા માટે આવી રહ્યા છેે. કેશોદ, માંગરોળ સહિત આજુબાજુના વિસ્તારોના પશુપાલકો મલમ લેવા આવી રહ્યા છે. દરરોજ વીસ હજારથી વધુના ખર્ચે મલમ તૈયાર કરવામાં આવે છે જે લોકો મલમ લેવા આવે છે. તેમની પાસેથી કોઈપણ જાતનો ફંડ-ફાળો લેવામાં આવતો નથી. વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેે છે અને જ્યાં સુધી કુવાર પાઠુંંની વ્યવસ્થા થઈ શકશે ત્યાં સુધી સેવાયજ્ઞ શરૂ રાખવામાં આવનાર હોવાનું સ્થાનિકોએ જણાાવ્યું હતું. લમ્પી વાયરસથી પીડાતા પશુઓ માટે સારવાર કરાવ્યા છતાં સફળતા ન મળતાં ખમીદાણા ગામના સેવાકીય પ્રવૃત્તિઓની જાણ થતાં અનેક ગામોના પશુપાલકો મલમ લેવા ખમીદાણા આવે છે. જે ખમીદાણા પુરૂષોતમલાલાજી ગૌશાળાના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી રહ્યા છે. શ્રી પુરૂષોતમ લાલજી ગૌશાળા દ્વારા તૈયાર કરવામાં આવતો આયુર્વેદિક મલમ લમ્પી વાયરસ પશુઓ માટે ફાયદાકારક સાબિત થયો હોવાનું અનેક પશુપાલકો જણાવી રહ્યા છે. ત્યારે અન્ય સંસ્થાઓ ગૌશાળાઓ દ્વારા પણ આવી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી લમ્પી પીડીત અબોલ પશુઓને નવ જીવન મળે તેવા પ્રયાસો કરવા જાેઈએ પણ હાલ કેશોદ તાલુકામાં શ્રી પુરૂષોતમ લાલજી ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિને લોકો બિરદાવી રહ્યા છે.