સ્વરૂપાનંદજી મહારાજે શ્રીરામ જન્મભૂમિ મુકિત માટે આંદોલન કરી જેલવાસ ભોગવ્યો હતો

0

શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદજી મહારાજે શ્રીરામ જન્મભૂમિ માટે સૌરાષ્ટ્રમાં રથયાત્રા કાઢી હતી અને આંદોલન પણ કર્યુ હતું. તેઓએ શ્રીરામ જન્મભૂમિ માટેનાં આંદોલનમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. સૌરાષ્ટ્રનાં આ આંદોલન સમયે એ સમયનાં સાધુ સમાજનાં પ્રમુખ ગોપાલાનંદજી મહારાજ સહિતના સંતો તેમની સાથે રહયા હતાં. સનાતન ધર્મ માટે તેઓ ખુબ લાંબા સમય સુધી યાદ કરતા રહેશે. આચાર્ય પરંપરામાં તેઓએ તમામ આચાર્યોને અને ધર્માચાર્યોને સન્માન ખુબ આપ્યું છે. જૂનાગઢનાં ગિરનાર રોડ સ્થિત ધાર્મિક ફાર્મ ખાતે યોજાયેલ શોકસભામાં જગતગુરૂ શંકરાચાર્યજીને ભાવાંજલી અર્પતા સાધુ સમાજનાં પ્રમુખ અને વરીષ્ઠ સંત મુકતાનંદજી મહારાજે જણાવ્યું કે હું એ સમયનો સાક્ષી છું જયારે સ્વરૂપાનંદજી મહારાજે શ્રીરામ જન્મભૂમિ મુકિત માટે જેલવાસ ભોગવ્યો છે. સનાતન પરંપરાનાં તેઓ ફકત જીવંત સાક્ષી જ નથી તેઓએ આ પરંપરાને પુરા ભારતમાં સતત જીવંત અને ધબકતી રાખવા પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દીધુ છે. આવા સનાતન ધર્મનાં મહાન સંતને આ પરંપરા કાયમી યાદ કરતી રહેશે એવી મને શ્રધ્ધા છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન, પરશુરામ ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરીષદ અને શ્રી સોરઠીય શ્રીગૌડ બ્રહ્મ સેવા સમીતી દ્વારા યોજાયેલ શંકરાચાર્યજીની આ ભાવાંજલી સભામાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, જયદેવભાઈ જાેષી, શૈલેષભાઈ દવે, હિરેનભાઈ રૂપારેલીયા, સનતભાઈ પંડયા, યોગીભાઈ પઢીયાર, કેતનભાઈ ભટ્ટ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં. આ શ્રધ્ધાંજલી સભામાં રાજુભાઈ ભટ્ટ અને નીરૂબેન દવેએ શંકરાચાર્યજી મહારાજને ધર્મભાવ સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

error: Content is protected !!