જૂનાગઢનાં ગાંધીગ્રામ લીરબાઈપરામાં વિદેશી દારૂ સગેવગે થતો હોવાની બાતમીનાં આધારે સી ડીવીઝન પોલીસે રેડ કરતાં પેટી નંગ-રર જેની કિંમત રૂા. ૧,૧પ,ર૦૦નો કબ્જે કરેલ છે. જયારે હાજર નહી મળી આવનાર ધાના દેવરાજભાઈ રાડા અને રવી બચુ કોળી વિરૂધ્ધ જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન ધારા હેઠળનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં સી ડીવીઝનનાં ઈન્ચાર્જ પીએસઆઈ એમ.સી. ચુડાસમા, આઝાદસિંહ સીસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, એન.આર. ભેટારીયા, એસ.પી. રાઠોડ, ચેતનસિંહ સોલંકી, કરણસિંહ ઝણકાંત, દિલીપભાઈ ડાંગર, મનીષભાઈ હુંબલ, સુરેશભાઈ જમોડ વગેરે જાેડાયેલ હતાં.