જૂનાગઢમાં નિવૃત થયેલા સિનિયર સિટીઝનનાં રૂા.૧૧ લાખ પોલીસની મદદથી પરત મળ્યા

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં જાેષીપુરા રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરી, નિવૃત્ત થયેલા, સિનિયર સિટીઝન સદગૃહસ્થ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાની નિવૃત્તિના સમયે આવેલ જીવનમરણ સમાન મૂડીમાંથી રૂા.૧૧ લાખ જેવી રકમ પોતાને નિવૃત્તિના સમયમાં આવક થાય, એ હેતુથી, પોતાની જ જ્ઞાતિના એક ભાઈને ભાગમાં ડેરી નાખવા, આજથી ત્રણેક વર્ષ પહેલા આપેલ હતા. બાદમાં પોતાની જ્ઞાતિના આ ભાઈએ કોઈ ડેરી નાખેલ નહિ અને રૂપિયા પણ પાછા આપેલ ના હતા. પોતે તથા પોતાની જ્ઞાતિના આગેવાનો મારફતે અવાર-નવાર ઉઘરાણી કરતા, સમય વિતાવતા હતા અને છેલ્લે આજથી છ મહિના પહેલા, તારે જાવું હોય ત્યાં જા, રૂપિયા આવશે ત્યારે આપીશ. એવું જણાવી, હાથ ઊંચા કરી દીધા હતા. પોતે નિવૃત્ત શિક્ષક સિનિયર સિટીઝન હોય, પોતાની જ્ઞાતિના માણસ સાથે કોઈ માથાકૂટ કરી શકે તેમ ના હોય, મદદ કરવા ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.શાહ, સ્ટાફના હે.કો. મુકેશભાઇ, ધાનીબેન, નીતિનભાઈ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળા માથાભારે ઇસમને બોલાવવા મોબાઈલ ફોન કરીને જાણ કરી, પોલીસની ભાષામાં સમજાવતા અને છેતરપિંડી કરવા અંગે કાયદેસર કાર્યવાહી કરવા જણાવતા, માથાભારે ઇસમ પોતાની જાતે, સામેથી, શિક્ષક તરીકે નોકરી કરી, નિવૃત્ત થયેલા, સિનિયર સિટીઝન સદગૃહસ્થના ઘરે આગેવાનો સાથે પહોંચી ગયો હતો અને પોપટ બની ગયો હતો. જે વ્યક્તિને અરજદાર પોતે ફોન કરતા હોવા છતાં ઉપાડતો ના હોય, એ સામેથી અરજદાર સમક્ષ હાજર થતા, અરજદાર પણ અચંબામાં પડી ગયો હતો. સામાવાળા માથાભારે રૂપિયા ઓળવી જનાર ઇસમ જ્ઞાતિના આગેવાનો સાથે આવી, સમાધાન કરી, આશરે પાંચેક લાખ રોકડા નિવૃત્ત શિક્ષકને પરત આપી દીધા હતા અને બાકી રકમ દિવાળી સુધીમાં આપી દેવાની આગેવાનોની હાજરીમાં કબૂલાત કરી, પોલીસ સમક્ષ પોતાને નહિ લઈ જવા વિનંતી કરી, ચેક પણ આપી દિધેલ હતો. નિવૃત્ત શિક્ષક સિનિયર સિટીઝન દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને જાે જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરવામાં આવેલ ના હોત તો, પોતાની નિવૃત્તિના સમયમાં મળેલ મરણ મૂડી સમાન ૧૧ લાખ જેવી માતબર રકમ ખોવાનો વારો આવતો. એવું જણાવી, ભાવ વિભોર થયેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને હવેથી આવા લોકોને રોકાણ કરવા મૂડી નહિ આપવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા નિવૃત્ત શિક્ષક સિનિયર સિટીઝન અરજદારને માતબર રકમ પરત અપાવવા મદદ કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

error: Content is protected !!