ગુજરાતમાં ભાજપના અઢી દાયકાના શાસનમાં મૃતપાય સ્થિતિમાં ધકેલાઈ ગયેલા મત્સ્યધોગને બહાર લાવી માછીમારોને સમૃધ્ધ કરવા કોંગ્રેસ કટીબધ્ધ

0

ગુજરાતમાં ભાજપના અઢી દાયકાના શાસનમાં માછીમારોની હાલત કથળી ગયેલ છે અને મત્સ્યધોગ મૃતપાય સ્થિતિમાં પહોંચી ગયો છે. જેને ફરી ધમધમતો કરી માછીમારોને પગભર કરવાની નેમ હોવાનું કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય પૂંજાભાઈ વંશ અને યુવા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માછીમારોના ઉત્કર્ષ માટે કોંગ્રેસ પક્ષના સંકલ્પ પત્રને જાહેર કરવા માટે વેરાવળમાં યોજેલ પત્રકાર પરિષદમાં જણાવી ભાજપ સરકારના શાસન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે એવા સમયે રાજકીય પક્ષો જુદા સમાજાેને પોતાની તરફ આકર્ષવા માટે અનેક જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે સૌથી લાંબો ૧૬૦૦ કીમીના રાજ્યના દરીયા કિનારે વસતા માછીમાર સમાજના લોકોને પોતાની તરફ કરવા માટે ભાજપ, આપ અને કોંગ્રેસએ કમ્મર કસી છે. જેમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જાે તેમની સરકાર બનશે તો માછીમારોને સમૃધ્ધ બનાવવા શું કરશે તેની આવરી લેતું મુદાઓનું સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે. જે અંગે વેરાવળ સર્કીટ હાઉસમાં ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં માછીમાર સમાજ અને મત્સ્યધોગ માટે ૧૪ મુદાઓનું સંકલ્પ પત્ર રજુ કર્યુ હતુ. આ પરિષદમાં કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવેલ કે, આજે માછીમારો જે સુવિધાઓ થકી વ્યવસાય કરીને ગુજરાન ચલાવી રહ્યા છે તે કોંગ્રેસના શાસનની દેન છે. ભાજપ સરકારના અઢી દાયકાના શાસનમાં મત્સ્યધોગ મૃતપાય સ્થિતિમાં પહોંચી ગયો છે તો માછીમારોની હાલત કથળી ગઈ છે. ભાજપ સરકારે મત્સ્યધોગ અને માછીમારો માટે માત્ર વાતોના વડા જ કર્યા છે અને તેઓએ કરેલી જાહેરાતોની અમલવારી કરાવી શકી નથી. ત્યારે જાે આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં અમારી કોંગ્રેસની સરકાર બનશે તો માછીમારોને પગભર બનાવવા અને મત્સ્યધોગ ધમધમતો કરવા કામ કરીશું. જાહેર કરેલા ૧૪ જેટલા સંકલ્પો પૈકી અમુક તો સરકાર બન્યાના એકાદ માસમાં જ અમલ કરાવીશું જયારે અમુક મુદાઓ અંગે નીતીગત ર્નિણયો લઈને વ્હેલીતકે અમલવારી કરાવવાની કટીબધ્ધ છીએ. આજની સંકલ્પ પત્ર જાહેર કરવાની પરીષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ, હિરેન બામરોટીયા, પક્ષના માછીમાર અગ્રણી લલીત ફોફંડી, અશ્વિન સુયાણી સહિતના હાજર રહ્યા હતા.

error: Content is protected !!