રાજય સરકારના રમતગમત વિભાગ જિલ્લા કલેકટરની કચેરી તેમજ જૂનાગઢ જૂનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ અને કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ”૩૬મી નેશનલ ગેમ્સ(રાષ્ટ્રીય રમત) – ૨૦૨૨” અંર્તગત યુવાનોમાં ફિટનેસ જાગૃતતા અન્વયે “ઝ્રીઙ્મીહ્વટ્ઠિંૈહખ્ત ેંહૈંઅ ંરિર્ેખ્તર જીॅર્િંજ” થિમ ઉપર લો કોલેજ-જૂનાગઢ ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. ૩૬મી નેશનલ ગેમ્સ અન્વયે યોજાયેલા ‘ફિટનેસ જાગૃતિ’ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.જી. પટેલે વિદ્યાર્થીઓને રાજય સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે કરવામાં આવેલ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. કોમર્સ કોલેજના આચાર્ય ડો. એમ.પી. ત્રાડાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. લો કોલેજના આચાર્ય ડો. પરવેઝ બ્લોચ દ્વારા રમત ગમત ક્ષેત્રમાં વર્તમાન સમયમાં ઉભી થયેલી તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. કોલેજ કેમ્પસના પીટીઆઈ ડો. પ્રફુલ કે.રાઠોડે જીવનમાં ફિટનેસનું મહત્વ તેમજ રમત-ગમતથી વ્યક્તિત્વ વિકાસ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના અધ્યાપક ડો. કલ્પનાબેન રાઠોડ, ડો. સંજય ધાનાણી, મુલાકાતી વ્યાખ્યામાં મયુરીબેન ગોંધીયા સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.