ચેન્નાઇના આવડી એરબેઝ ઉપર કોડીનારના દુદાના ગામના એરફોર્સના જવાને સર્વિસ રિવોલ્વરથી ખુદને ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર

0

કોડીનાર તાલુકાના દુદાના ગામના એર ફોર્સમાં ફરજ બજાવતા ૨૨ વર્ષીય આશાસ્પદ યુવકે કોઈપણ કારણોસર ચેન્નાઈના આવડી એરફોર્સ બેઝ ઉપર પોતાની સર્વિસ રિવોલ્વરથી ખુદને ગોળી મારી આત્મ હત્યા કરી લેતા આ બનાવથી સમગ્ર કોડીનાર તાલુકામાં ઘેરા શોક સાથે આઘાતની લાગણી ફેલાઈ છે. આ અંગેની વિગત મુજબ ચેન્નાઇ ખાતે ઇન્ડીયન એર ફોર્સમાં ફરજ બજાવતા કોડીનાર તાલુકાના દુદાના ગામના નિરવસિંહ ચોહાણએ ચેન્નાઇના આવડી એરનેઝ ઉપર ગુરૂવારે સવારે લગભગ ૪ વાગ્યાની આસપાસ તેણે પોતાના સર્વિસ વેપનથી પોતાને ગોળી મારી આત્મ હત્યા કરતાં એરફોર્સ અધિકારીઓએ આત્મ હત્યાના કારણો અંગે તપાસ હાથ ધરી છે. નિરવસિંહ ચોહનએ ખુદને ગોળી મારતા ગોળી ચાલવાનું આવાઝ આવતા અન્ય અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવતા નિરવસિંહ લોહી લુહાણ હાલતમાં ફર્શ ઉપર પડ્યો હોય તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ત્યાં ફરજ ઉપરના ડોકટરે નિરવને મૃત જાહેર કરતાં પોલીસે મૃતદેહને પી.એમ.માટે ખસેડી આત્મ હત્યા અંગે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક માહિતી મુજબ નિરવસિંહ ચોહાણ ઉચ્ચ અધિકારી બનાવ માંગતા હોય તેની તૈયારી માટે ડ્યુટી માં ટાઇમ આપી શકતા ન હોય તેના તણાવમાં આવી આત્મ હત્યા કરી હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે. મૃતક એરફોર્સ જવાનનો મૃતદેહ આવતીકાલે સવારે તેમના માદરે વતન આવતા સવારે ૧૦ કલાકે તેમના નિવાસ્થાનેથી શહીદ યાત્રા સ્વરૂપે અંતિમ વિદાઈ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!