વેરાવળ કોસ્ટ ગાર્ડ, સોમનાથ ટ્રસ્ટ, ફીસરીઝ કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓનાં ઉપક્રમે સોમનાથ સમુદ્ર તટે આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સ્વચ્છતા અભિયાનનાં ભાગરૂપે કાર્યક્રમ યોજાયો અને સમગ્ર કિનારા ઉપરથી કચરો એકઠો કરી પર્યાવરણ જતન કરાયું હતું. આ પ્રસંગે ગિર-સોમનાથ જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે સંબોધનમાં જણાવ્યું કે, આપણા જીલ્લામાં અહેમદપુર માંડવીનો સુંદર સમુદ્ર બીચ છે જેને બ્લુ બીચ ફલેગ મળે તે માટેની પ્રાથમિક કાર્યવાહી ચાલી રહી છે. જે બાદ ટીમ નિરીક્ષણ કરશે જે પ્રક્રિયા અંતે બ્લુ બીચ જાહેર થશે ત્યારે ગુજરાતનું ગોૈરવ વધશે. વિશેષમાં જણાવ્યું કે, પ્રવાસીઓને નાળીયર પાણી પીવા વખતે પ્લાસ્ટીકની સ્ટ્રોને બદલે ઘઉંની સ્ટ્રોનો જે આવિષ્કાર થયો છે તે અપનાવવા જેવો છે જે સ્ટ્રો ખાઈ પણ શકાય છે અને પશુ પણ ખાઈ શકે છે.