ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૭ બોટલ ઝડપી લેતી બિલખા પોલીસ

0

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને માર્ગદર્શન અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ બિલખા પોલીસ સ્ટેશના પીએસઆઈ આર.પી. ચુડાસમા તથા પોલીસ સ્ટાફ દ્વારા દારૂની બદી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન બિલખા પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોકકસ મળેલી બાતમીના આધારે
તા.૧૩/૯/ર૦રરના રોજ આશીષ ઉર્ફે ટકો બટુકભાઈ નાડોદા રહે.નવાગામ તાબે બિલખા વાળાના કબ્જામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ૧૧ મળી આવેલ. આ રેડ દરમ્યાન આરોપી હાજર નહી મળી આવેલ તથા તા.૧૪/૯/ર૦રરના રોજ રોહીત પ્રતાપભાઈ રહે.નવાગામ તાબે બિલખાવાળાના કબ્જામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નં.૬૬ કુલ રૂા.ર૧૪૦૦નો મુદામાલ તથા એક સેમસંગ મોબાઈલ રૂા.પ૦૦ મળી કુલ રૂા.ર૧૯૦૦નો મુદામાલ ઝડપી લીધો હતો અને હાજર નહી મળી આવેલ આશીષ ઉર્ફે ટકો બટુકભાઈ તથા રોહીત પ્રતાપભાઈ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. બિલખા પોલીસ સ્ટેશના પીએસઆઈ આર.પી. ચુડાસમા તથા સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

error: Content is protected !!