જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ભૂલકા મેળો ૨૦૨૨ યોજાયો

0

આઇસીડીએસ વિભાગીય નાયબ નિયામક રાજકોટ ઝોન, જિલ્લા પંચાયત જૂનાગઢ તથા મહાનગરપાલિકા જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે ભૂલકા મેળા ૨૦૨૨ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા એ જણાવ્યું હતું કે, આઈસીડીએસ વિભાગ બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ પ્રકારના મેળાથી બાળકનો શારીરિક માનસિક વિકાસ ઉપરાંત આત્મવિશ્વાસ પણ વધતો હોય છે. અપ્રસંગે તેમણે બાળકના સર્વાંગી વિકાસમાં આંગણવાડી બહેનો,કાર્યકરોનું યોગદાન પણ મહત્વનું છે એમ જણાવ્યું હતું. મેયર ગીતાબેન પરમારે ભૂલકા મેળાના સુંદર આયોજન માટે આઈસીડીએસદ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.આ ભૂલકા મેળામાં લો કોસ્ટ સ્થાનિક રીતે ઉપલબ્ધ વસ્તુઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે શીખવા શીખવવાની સામગ્રીનું પ્રદર્શન પણ યોજાયું હતું.જેની મુલાકાત મહાનુભાવોએ લીધી હતી. આ પ્રદર્શનમાં અભ્યાસક્રમની સાથે ૧૭ થીમ અને શૈક્ષણિક સંકલ્પનાઓ આધારિત ટીએલએમનું નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આ તકે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરોને ટીએલએમ કૃતિઓ બનાવવા બદલ મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ તથા બાળકોનું મારી વિકાસયાત્રા યાત્રા પ્રગતિ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું.
આ પ્રસંગે વિભાગીય નાયબ નિયામક રાજકોટ ઝોનના અંકુરબેન વૈધ દ્વારા શાબ્દિક સ્વાગત આભાર વિધિ પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન લાભુબેન ગુજરાતી, જૂનાગઢ મનપા સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ વાલાભાઈ આમછેડા, જૂનાગઢ મનપા કમિશ્નર તન્ના, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, સાવજ ડેરીના એમડી દિનેશભાઈ ખટારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત સહિતના અધિકારીઓ, પ્રોગ્રામ ઓફિસર, ઇન્સ્ટ્રક્ટરઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર, ભૂલકાઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!