વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસની જૂનાગઢમાં ઉજવણી : અનેક કાર્યક્રમો યોજાયા

0

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસની આજે જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં પણ આજે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને ભારતને નવી દિશા તરફ દોરી જનારા વિકાસનાં પ્રણેતા નરેન્દ્ર મોદીને અંતરની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આજે જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સવારે મજેવડી દરવાજા, મહાસાગર ટ્રાવેલ્સ પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત ભાવનાથ મહાદેવ મંદિરની આસપાસ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જયારે યુવા મોર્ચા દ્વારા રેડક્રોસ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખલીલપુર રોડ ઉપર આત્મય સંસ્કાર કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. તેમજ ભારતીય જનતા પાર્ટીનાં નાની દાણાપીઠ સોસાયટી ખાતે આવેલા કાર્યલય ખાતે મહિલા મોર્ચાનાં કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાનનાં સ્વાસ્થ્ય અને દિર્ઘાયુષ્ય માટે યજ્ઞ કરવામાં આવેલ હતો. તેમજ બક્ષીપંચ મોર્ચા દ્વારા નરસિંહ મહેતાનાં ચોરા પાસે આવેલા વૃધ્ધાશ્રમમાં ફ્રુટ વિતરણનો કાર્યક્રમ યોજનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે. આજે વડાપ્રધાનનાં જન્મ દિવસની અનેકવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!