જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષનાં હલ્લાબોલ વચ્ચે અનેક ઠરાવોને મંજુરી

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક ગઈકાલે મળી હતી. આ બેઠકમાં અનેક ઠરાવોને મંજુરી આપવામાં આવી હતી અને એકાદ કલાક ચાલેલા આ જનરલ બોર્ડની કાર્યવાહી અંગે વિપક્ષોમાં કચવાટની લાગણી જાેવા મળી હતી. બહુમતીનાં જાેરે ઠરાવો કરી લેવામાં આવ્યા હોવાનો સુર નિકળ્યો હતો અને ફરિયાદો પણ ઉઠવા પામી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ગઈકાલે સાધારણ સભા મળી હતી જેમાં શાસક પક્ષ દ્વારા બહુમતીનાં જાેરે અનેક ઠરાવને મંજુરી આપી દેવામાં આવી છે. તેમજ સાધારણ સભામાં લંપી વાયરસ અને મહાનગરપાલિકામાં ભરતી મામલે વિપક્ષનાં કોર્પોરેટરો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. ગુજરાત ગોૈણ સેવા પસંદગીથી ભરતી કરવામાં વિલંબ કરતા હવે જૂનાગઢ મહાનગરપાલિકા જ ખાલી રહેલી જગ્યા ઉપર ભરતી કરશે તેમજ ૪૯ જેટલા ફિકસ અને રોજમદાર કર્મચારીઓને લાયકાત મુજબ કાયમી કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેક ભરતી કરવાની બાકી છે. સેટઅપ મુજબ કર્મચારીઓની ઘણી બધી ઘટ છે આવા સમયે મહાનગરપાલિકાએ ભરતીની કામગીરી ગુજરાત ગોૈણ સેવા પસંદગી મંડળને સોંપી હતી પરંતુ લાંબો સમય થયા છતાં કોઈ કામગીરી ન થતા અને ગુજરાત લેવલે આ ભરતી હાલ શકય ન હોય મહાનગરપાલિકા દ્વારા તાકીદે આ ભરતી કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેનાં પગલે મહાનગરપાલિકા દ્વારા ૪૯ જેટલા ફિકસ અને રોજમદાર કર્મચારીઓને લાયકાત મુજબ કાયમી કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ કોંગ્રેસનાં કોર્પોરેટર લલિતભાઈ પરસાણા તેમજ મંજુલાબેન પરસાણાએ લંપી વાયરસ અને ભરતી મુદ્દે હંગામો કર્યો હતો. સાધારણ સભામાં ભરતીને લઈને અનેક સવાલો કરવામાં આવ્યા હતા. પરંતુ વિપક્ષો અને કોંગ્રેસનાં કોર્પોરેટરોનાં પ્રશ્નોતરીનાં જવાબ આપવાને બદલે ફટાફટ સાધારણ સભા આટોપી લેવા માટે શાસક પક્ષે બહુમતીનાં જાેરે અનેક ઠરાવોને મંજુર કરી દીધા હતા. વિલિંગ્ડન ડેમનાં વિકાસ માટે છેલ્લા ત્રણ વર્ષથી વણ વપરાયેલી પડેલી બે કરોડની ગ્રાન્ટ અંતે મહાનગરપાલિકાએ વાહનો માટે વાપરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!