વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ખંભાળિયા સહિત જિલ્લામાં ઠેર-ઠેર રક્તદાન કેમ્પમાં એક દિવસમાં કુલ ૫૭૫ બોટલ રક્ત એકત્ર થયું

0

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી, તારીખ ૧૭ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે શનિવારે ઠેર-ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર તથા તેમની ટીમ દ્વારા જિલ્લામાં જુદા જુદા નવ સ્થળોએ સવારથી સાંજ સુધી રક્તદાન કેમ્પના આયોજન થયા હતા. જેમાં ખંભાળિયા, સલાયા, ભાણવડ, દ્વારકા, રાવલ, ઓખા તેમજ રાણ અને સુરજકરાડી એમ નવ સ્થળોએ યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં કુલ ૫૭૫ બોટલ એકત્ર થયું હતું. આ નોંધપાત્ર માત્રમાં સાંપળેલા રક્તને જરૂરિયાત વાળી બ્લડ બેંકને આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પના આ આયોજનમાં રાજ્યના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, મુળુભાઈ બેરા, ચેરમેન પી.એસ. જાડેજા, જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, મયુરભાઈ ગઢવી, અનિલભાઈ તન્ના વિગેરે જાેડાયા હતા અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સેવા કાર્યો માટે યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઇન્દ્રજીતસિંહ પરમાર, હિતેન્દ્રભાઈ આચાર્ય, યાર્ડના ડાયરેક્ટર પ્રભાત કાળુભાઈ ચાવડા, દિનેશભાઈ દત્તાણી, રસિકભાઈ નકુમ, હાર્દિકભાઈ મોટાણી, કુંદનબેન આરંભડિયા, મનિષાબેન ત્રિવેદી સાથે યુવા કાર્યકરોની ટીમએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!