ખંભાળિયાના જાયન્ટસ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું

0

ખંભાળિયાની સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ ખંભાળિયાના ઉપક્રમે તાજેતરમાં જુદા-જુદા વિસ્તારોમાં ગરીબ પરિવારોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટસ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે શહેરના સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને ચપ્પલ આપી અલગ પ્રકારની સેવા પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જે માટે સંસ્થાના ઉપપ્રમુખ જ્યોત્સનાબેનનો આર્થિક સહયોગ સાંપડયો હતો. આ સેવાકાર્ય માટે યુનિટ ડાયરેક્ટર સંદીપભાઈ ખેતિયા, પ્રમુખ રવિભાઈ દવે, ઉપપ્રમુખ જ્યોત્સનાબેન તથા વિજયભાઈ નકુમ, દિલીપભાઈ વ્યાસ, ઈલાબેન વાઢેર, દિપકભાઈ ચાવડા, ભૌમિકભાઈ ત્રિવેદી વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!