ખંભાળિયાના સલાયા ગામે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પ યોજાયો

0

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રવિવારે વિના મૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયાની જાણીતી ક્રિષા હોસ્પિટલ તથા સલાયાની ક્રિષ્ના હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા આ નિદાન કેમ્પમાં ગાયનેક ડોક્ટર ભરત ગઢવી, બાળરોગ નિષ્ણાંત ડોક્ટર સાગર ભૂત, સર્જન ડોક્ટર સુષ્મા સિંઘ, જનરલ ફિઝીશિયન શિવાની નકુમએ સારવાર આપી હતી. આ કેમ્પમાં ૧૫૦ જેટલા દર્દીઓનું નિદાન કરી વિના મૂલ્યે દવા પણ આપવામાં આવી હતી, આ કેમ્પને સફળ બનાવવા માટે સલાયા શહેર ભાજપના લાલજીભાઈ ભુવા, સુમિતભાઈ લાલ તથા અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી, જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!