મકતુપુર બીચની સફાઈ કરાઈ

0

સ્વચ્છ સાગર સુરક્ષિત સાગરએ આઝાદીના ૭૫ વર્ષ “અમૃત મહોત્સવ માંગરોળના મક્તુપુર બીચ ખાતે બિચ સફાઈ અભિયાન સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા “મક્તુપુર” દરિયા કિનારે ટીમના માંગરોળ તેમજ મક્તુપુરના સભ્યોએ સફાઈ અભિયાન હાથ ધરેલ હતું. જેમા સંસ્થાના પ્રમુખ નરેશભાઇ ગોસ્વામી, ચેતનભાઇ કગરાણા, બાબુભાઇ વાજા, સુદાભાઇ કોડીયાતર, રાહુલભાઇ કરમટા, રણજીતભાઇ નિલેશભાઈ તેમજ ટીમ સંજીવની નેચર ફાઉન્ડેશનના સભ્યો જાેડાયેલ હતા અને દરિયાની આસપાસ લગભગ ૫ કિ.મી. જેટલા વિસ્તારમાં રહેલ પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાને એકઠો કરી નિકાલ કરેલ હતો.

error: Content is protected !!