માંગરોળ ખાતે ઇન્ડિયન માનવ અધિકાર એસોસિએશનની કારોબારી મીટિંગ મળી

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ સર્કિટ હાઉસ ખાતે તાલુકાની માનવ અધિકાર એસોસિએશનની કારોબારી મીટિંગ મળી હતી. આ મીટિંગ તાલુકાના પ્રમુખ મિલનભાઈ બારડની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં તાલુકાના કારોબારી સભ્યોએ હાજરી આપી હતી. આ બેઠકમાં લોકોના પ્રાથમિક પ્રશ્નો અને લોકોના હિતો માટેની કામગીરી અને આગામી સમયમાં કરવાના વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. કાયદામાં રહી લોકોના અધિકારો માટે લડવા અને લોકોની પ્રાથમિક જરૂરિયાત માટે લડવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકાના માનવ અધિકાર સંગઠનના હોદેદારોએ હાજરી આપી હતી.

error: Content is protected !!