માંગરોળમાં લમ્પી વાયરસથી ટપોટપ મરી રહ્યા છે પશુઓ

0

માંગરોળ શહેરમાં ટપોટપ મરતી ગયો સહિતના પશુઓના મૃતદેહો રઝળી રહ્યા છે. જેના કારણે શહેરમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થતા માંગરોળ પત્રકાર સંઘે પાલીકાને રજુઆત કરી હતી. પાલિકા તંત્ર પાસે ઘન કચરા માટે જગ્યા ના હોવાનું કહી ચીફ ઓફીસરે મામલતદાર અને પશુચિકિત્સા વિભાગની જવાબદારી આવતી હોવાનું કહી હાથ અધ્ધર કરી દીધા હતા. માંગરોળ પાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઘન કચરાની જગ્યા મામલે વિવાદ ચાલી રહ્યો છે. બે વર્ષ પહેલા જીલ્લા કલેકટર દ્વારા ચાર અલગ-અલગ જગ્યાઓ ફાણવવામાં આવી હતી. પરંતુ રાજકીય વગદારોનો શેહશરમમાં પાલિકાએ જગ્યાએ ઘનકચરો ઠાલવવામાં નિષ્ફળ નીવડી હતી. વિવિધ ગામ લોકોના વિવાદને પગલે હાલ હાઈકોર્ટમાં આ વિવાદ ચાલે છે. લંમ્પી વાઈરસને પગલે શહેરમાં ટપોટપ મરતી ગાયો, પશુઓ અને કુતરાઓના મૃતદેહો રઝળી રહ્યા છે. આ મામલે માંગરોળના જાગૃત પત્રકાર સંઘ દ્વારા નિદ્રાધીન પાલિકા તંત્રના પાલીકા કોંગ્રેસ પ્રમુખ મો. હુસેન ઝાલા અને ભાજપ ઉપપ્રમુખ મનોજ વિઠ્ઠલાણી તેમજ ચીફ ઓફીસર દેવીબેન ચાવડાને રૂબરૂ મળી શહેરની સમસ્યાથી વાકેફ કર્યા હતા. પરંતુ ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ આ મૃત પશુઓના નિકાલ માટે પાલિકા પાસે જગ્યા ના હોય અને જેની જવાબદારી મામલતદાર અને પશુ ચિકિત્સા વિભાગની આવતી હોવાનું જણાવી પોતાના હાથ અધ્ધર કર્યા હતા. જાેકે, આ મામલે મામલદાર પરમારને પુછતા તેઓએ આ જવાબદારી પાલિકાની આવે છે તેમ કહી આવતી કાલે નાયબ કલેકટર આવતા હોય તે બાબતે યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું. હાલ માંગરોળ પાલિકામાં ભાજપ-કોંગ્રેસની મિલિભગતની સરકાર છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ગટર યોજના અને ઘનકચરાની સમસ્યાને ઉકેલવા આ ભાગીદારી વાળી સરકાર પણ નિષ્ફળ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજા અને ભાજપ સાસંદ સભ્ય રાજેશ ચુડાસમાને જાણે માંગરોળ શહેરીજનોના મતોની કોઈ જરૂરત જ ના હોય તેમ મુખ્ય સમસ્યાઓથી અજાણ જાેવા મળે છે. એક તરફ લંમ્પી વાયરસને લીધે જાનવરોના મોત, બીજી તરફ શહેરી કચરાની સમસ્યાઓને પગલે શહેરીજનોના આરોગ્ય સામે સવાલો ઉભા થયા છે. ત્યારે આ મામલે રાજકીય રમત છોડી ભાજપ-કોંગ્રેસ દ્વારા વહેલી તકે નિવારણ લાવે તેવી માંગરોળજનોની તિવ્ર માંગ છે.

error: Content is protected !!