જૂનાગઢ શહેર ભાજપ મીડીયા સેલનાં કન્વીનર સંજય પંડયાની વાઈસ પ્રેસીડેન્ટ તરીકે નિમણુંક

0

સમગ્ર ભારતમાં કાર્યરત ઓલ ઇન્ડિયા વેબ ન્યૂઝ પોર્ટલ કમિટી કામ કરી રહી છે જેમાં ગુજરાતમાં પણ આ કમિટી છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે અને બહોળી સંખ્યામાં તેમના સભ્યો કાર્યરત છે. થોડા દિવસ પહેલાં ગુજરાત પ્રદેશની નવી બોડીની રચના કરવામાં આવી હતી. તેમાં જૂનાગઢ પત્રકારો સાથે આત્મીયતાનાં સબંધ ધરાવતા અને કમલ પુષ્પ વેબ ચેનલના ચીફ એડિટર સંજયભાઈ પંડ્યાની કમીટીમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. જૂનાગઢ પત્રકાર મિત્રો, રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનોએ સંજયભાઈને શુભેચ્છા પાઠવી હતી. તેમાં સૌરાષ્ટ્ર ભૂમિનાં તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય તેમજ સોૈરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત સંજયભાઈ પંડયાને તેમનાં મોબાઈલ નંબર ૯૭૩૭૮પ૪૪પ૭ ઉપર શુભેચ્છકો અને સ્નેહીજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!