જૂનાગઢમાં નોકરી ન મળતા ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

0

જૂનાગઢનાં દુરવેશનગર, સરયુ એપાર્ટમેન્ટ, બ્લોક નં-૩૦માં રહેતા મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ મહીડા(ઉ.વ.૩૮)એ અભ્યાસ પૂર્ણ કરી અને છેલ્લા ૪ વર્ષથી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા અને આજ દિવસ સુધી કોઈ નોકરી ન મળતા આ વાતનું મનમાં લાગી આવતા પોતાનાં રૂમનો દરવાજાે અંદરથી બંધ કરી અને પારસી કરવાનાં દોરડા વડે ગળાફાંસો ખાઈ જતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.

જૂનાગઢમાં મુબારકબાદમાં જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી લેતી પોલીસ
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે મુબારકબાદ નજીક જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા કુલ ૮ શખ્સોને રોકડ રૂા.ર૦,ર૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ : ગ્રોફેડ મીલની પાછળ સરકારી કુવા નજીક રમતા-રમતા પડી જતા માસુમ બાળકોનાં મૃત્યું
જૂનાગઢ શહેરમાં ગ્રોફેડ મીલની પાછળ સરકારી કુવા કે જે કુંવર તળાવ તરીકે ઓળખાય છે. ત્યાં કુવા કાંઠે રમતા-રમતા માસુમ બાળકો કુવામાં પડી જતા ડુબી જવાથી બંનેનાં મૃત્યું થયા છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અભય આલાભાઈ રાડા રબારી(ઉ.વ.૪) તેમજ રાધીકા આલાભાઈ રાડા(ઉ.વ.૩) આ બંને માસુમ બાળકો ગ્રોફેડ મીલની પાછળ આવેલ સરકારી કુવો કે જે કુંવર તળાવ તરીકે ઓળખાય છે તેની પાસે પહોંચી જઈ બંને કુવા કાંઠે રમતા-રમતા કુવામાં પડી જતા આ બંને બાળકોનાં પાણીમાં ડુબી જવાથી મૃત્યું થયા છે. આ કરૂણ બનાવને પગલે તેમનાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

error: Content is protected !!