જૂનાગઢ બ્રહ્મસમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

0

જૂનાગઢ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ચોબારી ફાટક પાસે બાલાજી ફાર્મ ખાતે બ્રહ્મ રાસોત્સવ તથા શ્રી સહસ્ત્ર ચંડી હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું છે. જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ કે.ડી. પંડયા, મહાનગર પ્રમુખ પ્રફુલભાઈ જાેષી, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ શૈલેષભાઈ રવિયા, પ્રોજેકટ ચેરમેન રૂપલબેન લખલાણી, શાસ્ત્રી નરેન્દ્ર પ્રસાદ જાેષી અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. અને મયુર દવે (લોકગાયક) અને તેની ટીમ નવ નવ દિવસ ખેલૈયાઓ સાથે રમઝટો બોલાવશે. કે.ડી. પંડયાએ જણાવ્યું હતું કે સમસ્ત બ્રહ્મ પરીવાર માટે તદન ફ્રી રાખવામાં આવેલ છે. પરંતુ વ્યવસ્થાનાં ભાગરૂપે પાસ મેળવી લેવા અને આધારકાર્ડ અવશ્ય સાથે રાખવા જણાવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં છેલભાઈ જાેષી, હસુભાઈ જાેષી સહિત સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ જાેષીપરાનાં ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેશભાઈ જાેષી, કાર્તિક ઠાકર, પ્રમુખ વિશાલ જાેષી અને તેની ટીમ દ્વારા પરશુરામધામનાં નિર્માણ અંગે યોગદાન આપવા નવરાત્રીનાં સીઝન પાસનું વિતરણ કરાયું છે. જેનો સમાજ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો છે. જયદેશભાઈ જાેષીએ જણાવ્યું હતું કે લાબાડીયા ગૃપ ઓરકેસ્ટ્રાની સાથે ખેલૈયાઓ સાથે નવ નવ દિવસ સુધી રાસની રમઝટ બોલાવશે અને બે વર્ષ પછી થતી આ નવરાત્રીને લઈ ભુદેવ પરીવારોમાં ખુબ ઉત્સાહ પ્રવર્તી રહયો છે. જૂનાગઢ ભુતનાથ મહાદેવનાં પટાંગણમાં શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીયા બ્રહ્મ સેવા સમીતી દ્વારા નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સંયોજક શૈલેષભાઈ દવે, મહેન્દ્રભાઈ ભટ્ટ, પત્રકાર ધીરૂભાઈ પુરોહીત, સનતભાઈ પંડયા, પ્રોજેકટ ચેરમેન આકાશભાઈ દવે, કેતનભાઈ ભટ્ટ, વિરાજભાઈ પંડયા, હિતેષભાઈ પુરોહીતનાં માર્ગદર્શન હેઠળ પ્રતિભાબેન પુરોહીત, સ્મીતાબેન દવે, જાગુબેન પુરોહીત, દક્ષાબેન ભટ્ટ, જયશ્રીબેન પંડયા, જેસલબેન દવે સહિત સમીતીનાં સભ્યો જહેમત ઉઠાવી રહયા છે. ર૬મી સપ્ટેમ્બરથી પાંચ ઓકટોબર સુધી યોજાનારા આ નવરાત્રી મહોત્સવમાં રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાસંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ રાસોત્સવમાં દિલ્હીથી ખાસ મીસ યુનિવર્સ રૂબી યાદવ તા. ર૮નાં રોજ ત્રીજા નોરતે ઉપસ્થિત રહી ખેલૈયાનો ઉત્સાહ વધારશે. તેમજ ગુજરાતી ફિલ્મનાં હિરો પણ ઉપસ્થિત રહેનાર છે. આ રાસોત્સવની સફળતા માટે સમગ્ર ટીમ દ્વારા આખરી ઓપ અપાઈ રહયો છે.

error: Content is protected !!