વેરાવળ આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જાેડાયેલા કાર્યકર બળાત્કારમાં ઝડપાતા ભારે ખળભાળટ મચેલ છે. આ પહેલા તે ગીર-સોમનાથ જીલ્લામાં કોગ્રેસના પુર્વ ઉપપ્રમુખ રહી ચુકેલા છે. વેરાવળ રાજેન્દ્રભવન રોડ ઉપર ઓફીસ ધરાવતા અને વિશ્વાસ ટેલી ફીલ્મના માલીક ભગુભાઈ વાળાએ બહારથી મોડેલીગ કરવા માટે છોકરીઓને બોલાવી લલચાવી ફોસલાવી ભાડે રાખેલ ફલેટમાં મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા રાત્રે ૧૧ કલાકે તેમની સામે પોલીસમાં ૩૭૬ મુજબ ગુનો નોધાયેલ છે. શહેર પીઆઈ ઈશરાણીએ જણાવેલ હતું કે, ભગુભાઈ વાળાએ બળાત્કાર કરેલ હોય તેવી ફરીયાદ લીધેલ છે. ભોગ બનેલ પીડીતાએ પોલીસને જણાવેલ હતું કે, મોડેલીંગમાં પૈસા કમાવી આપીશ તેવી રીતે લલચાવી ફોસલાવી બહારથી બોલાવી તેના ફલેટમાં લઈ જઈ બળજબરી પુર્વક બળાત્કાર કરેલ હતો. રાત્રે આ બનાવની જાણ થયેલ હોય પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી અને ત્યાંથી પીડીતા અને આરોપીની લાવેલ હતી. રાત્રે ૧૧ કલાકે તેની સામે ગુનો નોંધી પીડીતાને મેડીકલ ચેકઅપ માટે તેમજ ઘટના સ્થળે પોલીસ ગયેલ છે. ભગુભાઈ વાળા વર્ષોથી કોંગ્રેસ સાથે જાેડાયેલ હતા અને ગીર-સોમનાથ જીલ્લાના પુર્વ જીલ્લા ઉપપ્રમુખ તરીકે કામગીરી કરતા હતા. તેને તાજેતરમાં રાજીનામું આપેલ હતું અને તે આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલ હતા અને તે વિશ્વાસ ટેલીફીલ્મના માલીક છે. આ બનાવ બનતા રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ વ્યાપેલ છે.