રાજકોટ ખાતે નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

0

રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે યોજાયેલા અંદાજિત રૂા.૧૮ કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટસ હોસ્ટેલનું રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજકોટમાં લોકર્પિત કરાયેલા સ્પોર્ટ્‌સ સંકુલમાં માસિક માત્ર રૂા.૨૦૦માં સ્પોર્ટ્‌સની તાલીમ મળશે. ખેલકૂદને પ્રોત્સાહન આપવા નવી સ્પોર્ટ્‌સ પોલિસી થકી રાજયના યુવાનો મેડિકલ, એન્જીનીયરીંગ, કોમર્સ વગેરે ક્ષેત્રોની જેમ જ ખેલકૂદ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકે તેવો સરકારનો પ્રયાસ છે. મંત્રી સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રમતો-૨૦૨૨નું માત્ર ૯૦ દિવસના ટૂકા ગાળામાં આયોજન કરીને ગુજરાત એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. જેના સાક્ષી બનવાનો આપણને સૌને અવસર મળશે. ભૂતકાળમાં અન્ય રાજ્યોએ રાષ્ટ્રીય રમતોના આયોજન માટે લીધેલા દોઢ, બે, ત્રણ અને સાત સાત વર્ષની સરખામણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સૌ નાગરિકોએ મળીને ૯૦ દિવસના ટૂંકા ગાળામાં આ રમતો યોજવાની તૈયારી બતાવી, જે ખૂબ સરાહનીય બાબત છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની ટીમે પ્રાથમિક પરીક્ષણ બાદ ગુજરાતની આ કામગીરીની ખૂબ સરાહના કરી હતી.

error: Content is protected !!