જૂનાગઢ અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બાળાઓ રાજ્ય કક્ષાએ ઝળકી

0

શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્ય શાખા તેમજ અંધ કલ્યાણ મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુ રાસ-ગરબા હરીફાઈમાં જૂનાગઢની અંધકન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનો પ્રાચીન ગરબા હરીફાઈમાં રાજ્યભરમાં બીજા નંબરે આવેલ અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરેલ છે. આ ગરબા હરીફાઈમાં રાજ્યકક્ષાએ બીજાે નંબર હાંસલ કરવા બદલ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી તેમજ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સંસ્થાની લાભાર્થી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ આ રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુ પ્રાચીન ગરબા હરીફાઈમાં ટ્રસ્ટી મુકેશગીરી શિવગીરી મેઘનાથીના માર્ગદર્શન નીચે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં જાતે જ પોતાના આંતર ચક્ષુઓથી જુદી-જુદી ગરબાઓની એક્શન તૈયાર કરી, રાજ્યકક્ષાએ સંસ્થાનું નામ રોશન કરેલ તેમજ પ્રજ્ઞાચક્ષુ બાળાઓને શણગાર સજાવટ કરવા માટે જાનવીબેન કેવલભાઈ વાજા તેમજ પ્રજ્ઞાચક્ષુ બાળાઓને તૈયાર કરવા માટે નયનાબેન, જયશ્રીબેન, પીઠવા કેતનાબેન દ્વારા બાળાઓને શણગાર સજાવટ કરી આ સેકન્ડ નંબર મેળવવા બદલ તમામનો સંસ્થા વતી પ્રમુખ મનસુખભાઈ વાજાએ અને ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથીએ અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે આવી જ રીતે સંસ્થાનું હર હંમેશ નામ રોશન કરતા રહે અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓ પોતાની કારકિર્દી બનાવતા રહે એવી શુભકામના પાઠવી હતી.

error: Content is protected !!