રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિ દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્માન કરાયું

0

રવિવારે રાષ્ટ્રીય એકતા કોમી એકતા દ્વારા દત્ત અને દાતારની પાવન ભૂમિ જૂનાગઢમાં પોલીસ પ્રજાનાં મિત્ર સુત્ર સાર્થક કરી લોકહિત માટે પ્રજાનાં હિત માટે સતત કાર્યશીલ રહેતા અને દરેક સમાજનાં ધાર્મિક તહેવારોમાં ખડે પગે રહેતા કર્મઠ જાંબાજ પોલીસ અધિકારી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની જૂનાગઢથી બઢતી સાથે બદલી થતા કોમી અકેતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને સન્માન પત્ર આપી સન્માન કરેલ હતું. જેમાં બટુકભાઈ મકવાણા, અશ્વિનભાઈ મણીયાર, જીશાન હાલેપોત્રા, રેહાનખાન બાબી, વહાબભાઈ કુરેશી, મુન્નાબાપુ દાતારવાળા, સોહિલ સદીકી, ફિરોઝભાઈ શેખ, કાસમભાઈ જુણેજા, રૂપચંદ લાલવાણી વગેરે સાથી મિત્રો હાજર રહ્યા હતા.

error: Content is protected !!