લાંચ લેતા ઝડપાયેલા ભાટીયા પીએસસીના પૂર્વ તબિબને ત્રણ વર્ષની કેદ

0

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ખાતે વર્ષ ૨૦૦૫માં એક દાયણ પાસેથી રૂપિયા ૧,૫૦૦ની લાંચ લેતા રેડ હેન્ડેડ ઝડપાઈ ગયેલા પૂર્વ મેડિકલ ઓફિસર પવનસિંહ બળવંતસિંહ સિંગ સામે દ્વારકાની સેશન્સ તથા સ્પેશિયલ એસીબી સમક્ષ હાજર ન થતાં તેનું પકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. એકમ દ્વારા ડોક્ટર પવનસિંહ સિંગને ભોપાલ(મધ્ય પ્રદેશ) ખાતેથી ઝડપી લઇ, ગઈકાલે સોમવારે દ્વારકાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં જજ પી.એચ. શેઠની અદાલતમાં આરોપી ડોક્ટરને જુદી જુદી કલમ હેઠળ ત્રણ વર્ષની કેદ તથા રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ડી.એસ. ત્રિવેદીએ દલીલો કરી હતી.

error: Content is protected !!