Monday, March 27

શકિતની આરાધનાનું પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ

0

શકિતની આરાધનાનું પર્વ નવરાત્રીનો આજથી ભકિતભાવ પૂર્વક શુભારંભ થયો છે. નવરાત્રીનાં નવે -નવ દિવસો માતાજીની આરાધનાનાં ભાગરૂપે દુહા, છંદ અને ગરબા ગવાશે. નાની બાળાઓ ગરબે ઘુમશે અને માતાજીની આરાધના કરશે આ ઉપરાંત શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં સાંજનાં સમયે નાની બાળાઓ માથે ગરબો મુકી ઘરે ઘરે ગરબડીયો ગોરવો ગરબે જારીયા મેલાવો રે…. સહિતનાં ગરબાઓનાં તાલે માતાજીનાં ગરબા માટેનું તેલ અને દિવડો પ્રજવલ્લિત કરવામાં આવશે આ રીતે નવે-નવ દિવસ સુધી નવરાત્રીની ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી થવાની છે ત્યારે આજથી શરૂ થયેલ નવરાત્રી પર્વ પ્રસંગે સૌને સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા હેપી નવરાત્રી..શુભકામના….

error: Content is protected !!