Tuesday, May 30

જૂનાગઢ મહાનગર ભાજપા યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડ યોજાઇ

0

દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા પ્રદેશ યુવા અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની સુચનાથી ગુજરાતભરમાં રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્મા યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડીયાનાં માર્ગદર્શન હેઠળ અને મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ મનન અભાણીના નૈતૃત્વમાં બહાઉદ્દીન કોલેજ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ હાર્દિક સિંહ ડોડીયા અને આગેવાનોએ મેરેથોન દોડને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ મેરેથોન દોડ મોતીબાગ સરદારબાગ થઈ ફરી પાછી મોતીબાગથી બહાઉદ્દીન કોલેજ ખાતે સંપન્ન કરવામાં આવી હતી. જેમાં આશરે ૧૫૦૦ લોકોએ ભાગ લીધો હતો. દોડની શરૂઆત કરતા પહેલા ગ્રાઉન્ડ ખાતે મોહન સાગઠીયા તથા સલીના ખાન દ્વારા પ્રભાતિયા અને લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા. દોડમાં વિજેતાઓને ઇનામો તથા દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જેમાં ૧૫ થી ૪૦ વર્ષના લેડીઝ સ્પર્ધકોમાં પ્રથમ નિધિબેન બારીયા, દ્વિતીય હિમાલીબેન ગુજરાતી, તૃતીય નિમાવતી જાેગદીયા રહ્યા હતા. જ્યારે ૧૫ થી ૪૦ જેન્સમાં પ્રથમ શૈલેષ ચૌહાણ, દ્વિતીય અભેસિંગ ગોહિલ, તૃતીય મેહુલ વાળા રહ્યા હતા. ૪૦ વર્ષથી ઉપરના સ્પર્ધકોમાં બહેનોમાં પ્રથમ કિરણબેન રાવલ, દ્વિતીય શીલાબેન બારમેડા, તૃતીય હેતલબેન રાજપરા તથા ૪૦ વર્ષથી ઉપરના ભાઈઓમાં પ્રથમ વજાભાઇ સોમાલીયા, દ્વિતીય જીગ્નેશભાઈ રાવલ અને તૃતીય ઓસમાણભાઈ સુમરા રહ્યા હતા અને દરેક વિજેતાઓને ટ્રોફી તથા ઇનામો આપવામાં આવ્યાં હતાં. રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડને સફળ બનાવવા માટે યુવા મોરચાના મહામંત્રી વિનસ હદવાણી તથા અભય રીબડીયાની દેખરેખ નીચે મોરચાના ઉપાધ્યક્ષ ચિરાગ જાેશી, ઋષિકેશ મર્થક, રવિ રૈયાણી, વનરાજ સુત્રેજા, તેજસ જાેશી, મંત્રી પરાગ રાઠોડ, પ્રિતેશ અપારનાથી, આકાશ દવે, અનિલ પરમાર, પિયુષ ગઢવી, શક્તિ પાચણી, ભાવિક જાેલાપરા, સંજય રૂઘાણી, નિલેશ નનેરા, નિકુંજ માકડીયા, કેવીન અકબરી, મહાનગર મહિલા મોરચો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી તેમ મહાનગર મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!