રાજકોટના માનવતાવાદી સુવિખ્યાત પ્રોક્ટોલોજીસ્ટ ડો. વેકરીયાની સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલનો ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ

0

ડો એમ.વી. વેકરીયાએ ૩૬ વર્ષથી માનવતાસભર, ઉત્તમ અને ઉત્કૃષ્ટ સારવાર દ્વારા ગુજરાતભરમાં નામના મેળવી છે. તેઓનું હંમેશા પહેલેથી એક જ ધ્યેય રહ્યું છે કે, સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ, સરળ સારવાર આપવી. ડો. વેકરીયા મળમાર્ગના જટીલ દર્દોથી પીડાતા દર્દીઓને રાહત પહોંચાડવા માટે જાપાનીઝ, જર્મન તેમજ અમેરીકન એડવાન્સ ટેક્નોલોજીઓનો સમાવેશ કરી સાથે આપણી પ્રાંચીન આયુર્વેદ ક્ષારસૂત્રનો અને પોતાના અનુભવનો સુભગ સમન્વય કરીને આ રોગોની સફળતાપૂર્વક સારવાર વડે દર્દીઓનેે નિરામય જીવનની ભેટ સતત પ્રદાન કરતા રહ્યા છે. અમેરીકન-ઇથીકોન કંપનીનું લેટેસ્ટ-અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસમશીન, જાપાનીઝહેલ ટેકનોલોજી, જર્મન-ઇન્ફ્રારેડ કોએગ્યુલેશન મશીન, યુ.એસ.એ.ની સ્ટ્રેપ્લર સારવાર, કાર્યો મશીન, સકશન આર.બી., કોરીયાનીલેસર-વેસલસીલર, એલ.એસ.ટી. તેમજ આપણી ભારતીય ક્ષારસૂત્ર-થેરાપી દ્વારા તેઓે હરસ, ભગંદર, ફીશર જેવા મળમાર્ગના જટીલ રોગોની ઉત્તમ અને શ્રેષ્ઠ સારવારઆપી રહ્યા છે. આજ સુધીમાં તેઓએ ૨૮૦૦૦થી વધુ સર્જરીઓ કરી છે અને લાખો દર્દીઓને સારવાર આપી છે. વિશ્વવંદનીય સંતપુરૂષોની કૃપાદ્રષ્ટી અને હજારો દર્દીઓના અંતરના આશિષોેની ફલશ્રુતિ સ્વરૂપે રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલ ડો. એમ.વી. વેકરીયાની ‘સુશ્રુત’ પાઇલ્સહોસ્પિટલ આ ૨૭મી સપ્ટેમ્બરે ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે. હરસ, મસા, ભગંદર જેવા અત્યંત પીડાકારક દર્દોની સારવારના ક્ષેત્રે સફળ સાડા ત્રણ દાયકા પુરા કરી ચુકેલ ‘સુશ્રુત’ પાઇલ્સ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન અક્ષર નિવાસી પ.પૂ. શાસ્ત્રી ધર્મજીવનદાસજીનાં હસ્તે શુભાશિષ સાથે આજથી ૩૬ વર્ષ પહેલા થયેલ. તો આજથી એક દાયકા અગાઉ તા.૧૪ ફેબ્રુઆરી-૨૦૧૦ના રોજ સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલનું રીનોવેશન અને નવ પ્રસ્થાનનું દિપ પ્રાગટ્ય અને પુજાવિધી તેઓના અક્ષર નિવાસી પુજ્યમાતૃ પાર્વતીબેન અને અક્ષર નિવાસી પૂ. પિતા વીરજીભાઇ અને પ.પૂ. સ્વામિ અપૂર્વ સ્વામીના વરદ હસ્તે સંપન્ન થયેલ અને ઉદ્‌ઘાટન આપણા લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી અને પૂર્વ સાંસદ સ્વ. અભયભાઇ ભારદ્વાજ, ગુજરાતના મંત્રી અરવિંદ રૈયાણી (ટ્રાન્સપોર્ટ અને યાત્રાધામ વિકાસના રાજ્યકક્ષાના પ્રધાન) કોર્પોરેશન ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તથા પૂર્વ રાજકોટ ભાજપ અધ્યક્ષ નીતીન ભારદ્વાજના વરદ હસ્તે થયેલ અને આથિર્ક રીતે ગરીબ જરૂરીયાતમંદ દર્દીઓને અત્યાધુનિક એડવાન્સ અને કિંમતી ટેકનોલોજી દ્વારા રાહતદરે નિદાન સારવાર કાયમી ધોરણે આપી રહ્યાં છે. આજ સુધીમાં ૩૧૨ જેટલા ફ્રી નિદાન અને સારવાર કેમ્પમાં સેવા આપીને તેમના માનવીય પાસાનું સેવા ભાવનાનું પ્રેરણાદાયી દર્શન કરાવ્યું છે. કાયમી ગરીબ દર્દીઓને માનવતા અને માનવધર્મના નાતે તેઓ છેલ્લા ૩૬ વર્ષથી રાહતદરે સારવાર આપી રહ્યાં છે. તેના બદલામાં ઇશ્વરે પણ તેમના ઉપર પૂર્ણ રીતે કૃપા વરસાવી છે. ડો. વેકરીયાના પુત્ર ડો. બાહુલ વેકરીયા ગુજરાતની પ્રખ્યાત યુ.એન. મહેતા હોસ્પિટલમાં કાડિર્યાક સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. ડો. બાહુલ વેકરીયાના ધર્મપત્ની ડો. વિશ્વા વેકરીયા રેડીયોલોજીસ્ટ તરીકે તે ઇન્સ્ટીટ્યુટમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. દિકરી બંસી વેકરીયાએ માસ્ટર ઓફ આર્કીટેકચર કરેલ છે. હરસ, ભગંદર, ફીશરની સરળ સારવાર માટે સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતમાં સૌપ્રથમવાર ડો. એમ.વી. વેકરીયાએ યુ.એસ.એ.ની ઇથીકોન કંપનીનું અતિઆધુનિક અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ-સ્કાલપેલ મશીન લાવીને એક અતિ આધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર રાજકોટ ખાતે તેમની ‘સુશ્રુત’ પાઇલ્સ હોસ્પિટલ, એસ્ટ્રોન ચોકમાં કરી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. આ હાર્મોનિક સ્કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે, જેની ડિઝાઇન એકદમ કોમ્પેકટ છે. તેમાં એવો કોમ્પ્યુટ રાઇઝડ સોફ્ટવેર પ્રોગ્રામ છે, જેમાં કોઇ નવા રિસર્ચ ભવિષ્યમાં થાય તો તે સોફટવેર પ્રોગ્રામ તેમાં અપડેટ થઇ શકે છે અને એકદમ પરફેકટ, માઇક્રો ડીસેકશન થઇ શકે છે. તે લાર્જ વેસેલ અને સીલીંગ કેપીસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્ક્રીનથી ઓપરેટ થાય છે. આ મશીનનો મુખ્ય ફાયદો એ છે કે, તે અલ્ટ્રાસોનિક દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમાં ઇલેકટ્રીસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધી જ ટેકનોલોજી કરતા આજુબાજુના ટીસ્યુમ્યુકોઝા ચામડીને નહીવત ડેમેજ કરે છે, જેથી બ્લડ લોસ અને બર્નીંગ નહીવત થાય છે અને હીલીંગ ઝડપથી થાય છે. આ મશીનથી બાળકો, મોટી ઉંમરના દર્દીઓ, પ્રેગ્નન્ટ લેડીઝ, બી.પી. કે હાર્ટએટેકના રોગોથી પીડાતા દર્દીઓનું પણ નહીવત આડઅસરથી ઓપરેશન થઇ શકે છે. તેમજ આ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ઓપરેશન કરવાથી તદ્‌ન નહિવત લોહી પડે છે અને ઓછો દુઃખાવો તેમજ ઓછી બળતરા થાય છે. આડઅસર, જાેખમો, મળમાર્ગનો કંટ્રોલ જતો રહેવો, તેમજ રીંગ પણ બગડવી, સાંકડી થવી જેવા જાેખમોની નહિવત શક્યતા રહેલી હોય છે. ડો. એમ.વી. વેકરીયાએ ૨૦૦૩માં જહોનસન એન્ડ જહોનસન મેડીકલ ઇન્સ્ટીટ્યુટ, મુંબઇ ખાતે એમઆઈપીએચ સ્ટેપ્લર ટેક્નોલોજીનો અભ્યાસ કરેલ છે અને એચએએલ જાપાન ટેક્નોલોજીનો અભ્યાસ ઓસ્ટ્રીયામાં કરેલ છે. તેમણે વેસલસીલર અને પ્લગ ટેકનીક તથા અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ-સ્કાલપેલનો અભ્યાસ જર્મની ખાતે વોએઝબર્ગ યુનિવર્સીટીમાં ૨૦૧૨માં ટ્રેનીંગ કોર્સ પૂર્ણ કરીને તેમની અનેક ઉપલબ્ધિઓમાં વધુ એકનો વધારો કરી તેઓેની યશ કલગીમાં ઉમેરો કર્યો છે. ૧૦ વર્ષ પહેલા તેઓને નાસિક ખાતે એનોરેકટલ કોન્ફરન્સમાં લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તેઓએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ધનવન્તરી એવોર્ડ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. તાજેતરમાં તેમને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શેહઝાન પદમશીના હસ્તે સૌરાષ્ટ્ર રીજીયન માટે એમીનન્સ એવોર્ડ અને સૌરાષ્ટ્રના બેસ્ટ પ્રોક્ટોલોજીસ્ટ એવોર્ડ-૨૦૧૯ પણ એનાયત થયો છે. હાલમાં તેઓ છેલ્લી ૪ ટર્મથી રાજકોટ શહેર ભાજપ ડોક્ટર સેલના સહ કન્વીનર હતા અને ગુજરાત મેડીકલ બુલેટીનના મેનેજીંગ સહ તંત્રી હતા અને કાલાવડ રોડ-યુનિવર્સીટી રોડ ડોક્ટર એસોસિએશનના પૂર્વ ૫્રમુખ અને હાલમાં ઘણા વર્ષોથી ચેરમેન તરીકેના પદો શોભાવી રહ્યા છે. તેમજ રાજકોટ ડોક્ટર્સ ફેડરશનમાં ફાઉન્ડર મેમ્બર અને ચીફ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે. બીજેપીમાં કાયમી આ મંત્રી સદસ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. અક્ષર નિવાસી પ.પૂ. સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ, અક્ષર નિવાસી સ્વામી ધર્મજીવનદાસજી તેમજ દ્વારકાપીઠના બ્રહ્મલીન જગદ્‌ગુરૂ શંકરાચાર્યજી મહારાજ, સ્વામી ત્યાગવલ્લભજી, પૂજ્ય માધવપ્રિય સ્વામી, અપૂર્વ સ્વામી જેવા પવિત્ર સંતો-મહાપુરૂષોએ વખતો વખત ઉપસ્થિત રહીને ‘સુશ્રુત’ પાઇલ્સ હોસ્પિટલને હંમેશા પ્રેરણા, પ્રોત્સાહન અને આશીર્વાદ પુરા પાડ્યા છે. આ શુભ અવસરે રાજકોટ શહેરના નાગરીકો, ડોક્ટર મિત્રો, સ્નેહીજનો, શુભેચ્છકો, મીડીયાના મિત્રો, તેમજ દરેક સંસ્થા, કલબ, ગૃપ, એસોસિએશન્સ, સરગમ ક્લબ, બોલબાલા ટ્રસ્ટ, રઘુવીર સેના, સરદાર પટેલ એસોસિએશન, મધુરમ ક્લબ તથા તેમની નિષ્ણાંત તબીબી સેવાઓનો લાભ મેળવી ચુકેલા સૌરાષ્ટ્ર-ગુજરાતના પીડામુક્ત બનેલા અસંખ્ય દર્દી ભાઇઓ-બહેનો એમ સૌ કોઇ તેમને અંતરની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. આ પ્રસંગે ડો. વેકરીયા દરેક શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માને છે.

error: Content is protected !!