રાસોત્સવની સાથે જામશે રમતોત્સવની મોસમ ઃ ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓકટોબર દરમ્યાન રાજ્યના ૬ શહેરોમાં થશે ૩૬થી વધુ રમતોનું આયોજન

0

ગુજરાત આમ તો તેના વિકાસ માટે દેશ-વિદેશમાં જાણીતું થયું છે પરંતુ હાલમાં, રાજ્યમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સને લઇને ગુજરાતે સમગ્ર દેશમાં લોકોનું ધ્યાન આકષ્ર્યું છે. ૩૬મી નેશનલ ગેમ્સમાં ૩૬ ગેમ્સનું આયોજન રાજ્યના કુલ ૬ શહેરોના વિવિધ સ્પોર્ટ્‌સ સ્ટેડિયમ અને સંસ્થાઓ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ખેલાડીઓ વિવિધ ગેમ્સમાં ભાગ લેવા ગુજરાત આવવાના છે. આપણા માટે ખૂબ જ ગર્વની વાત એ છે કે, રાષ્ટ્રીય સ્તરની રમતોનું યજમાન ગુજરાત રાજ્ય બન્યું છે, જેના કારણે રાજ્યના ખેલાડીઓમાં એક અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ૩૬મી નેશનલ ગેમ્સના આયોજનના કારણે આવનાર સમયમાં ગુજરાત સ્પોર્ટ્‌સ ક્ષેત્રે નવી ઉંચાઇઓ સર કરશે અને દેશને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ સ્પર્ધા કરી શકે તેવા ઉચ્ચ કૌશલ્યયુક્ત ખેલાડીઓ આપશે તેમાં કોઇ બે મત નથી. રાજ્યમાં યોજાનાર રમતોત્સવમાં રાઇફલ શૂટીંગની સ્પર્ધા પણ યોજાવા જઇ રહી છે, જે અમદાવાદમાં રાઇફલ ક્લબ અને ગાંધીનગરમાં ક્રાઉન એકેડમી ખાતે યોજાશે. આ સ્પર્ધામાં કુલ ૨૦૦ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જેમાં ૧૦૫ ભાઇઓ ૯૫ બહેનોએ પૂજા સાથે સ્પર્ધા કરશે. ગુજરાતના ૧૦ શૂટર્સ પણ આમાં ભાગ લઇ રહ્યા છે. હાલમાં અમદાવાદ ખાતે યોજાનાર શૂટીંગ સ્પર્ધા માટે રાઇફલ ક્લબ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૧૦ મીટર રેન્જ, ૨૫ મીટર રેન્જ અને ૫૦ મીટર રેન્જ એમ ત્રણ અલગ અલગ પ્રકારની કેટેગરીમાં શૂટિંગની સ્પર્ધા થશે. આ સ્પર્ધા માટે ત્રણ અલગ અલગ શૂટિંગ રેન્જ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં શૂટિંગ રમતનો ઇતિહાસ : ભારતમાં આમ તો શૂટીંગનો ઇતિહાસ ઘણો જ જુનો છે. દેશમાં દેશી રજવાડાઓ વખતે રાજા મહારાજાઓ શિકાર કરવામાં રાઇફલ શૂટીંગનો ઉપયોગ કરતા હતા. ભારતમાં શૂટિંગની ઉત્પત્તિ મધ્યકાલીન સમયગાળામાં શોધી શકાય છે જ્યારે ભારતીયો તીરંદાજીના રૂપમાં રમતનો અભ્યાસ કરતા હતા. ૧૧ મી સદીથી જ શૂટિંગ સ્પર્ધાઓ યોજવાની શરૂ થઇ હતી. જાે કે, આ રમત શાહી ગણાતી હતી અને તે ભારતના રજવાડાઓના મહારાજાઓ સુધી મર્યાદિત હતી. તેઓ શૂટિંગના શોખીન હતા અને તેમની રાઈફલ્સનો ઉપયોગ કરીને પ્રાણીઓનો શિકાર કરવા તેઓ જંગલોમાં વારંવાર જતા હતા. પસાર થતા વર્ષોમાં આ રમતે લશ્કરી તાલીમમાં પણ તેનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.
નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા : ધ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા(દ્ગઇછૈં) ૧૯૫૧માં અસ્તિત્વમાં આવ્યું, જેણે ભારતમાં શૂટિંગને રમત તરીકે માન્યતા આપવાનો માર્ગ મોકળો કર્યો. દ્ગઇછૈંની સ્થાપના ભારતના શૂટર્સ માટે ફાયદાકારક સાબિત થઈ. દ્ગઇછૈં દ્વારા ખેલાડીઓ અને રમતને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપવામાં આવ્યું. દ્ગઇછૈં રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ શૂટિંગ સ્પર્ધાઓનું આયોજન કરે છે, જેમાં ચાર વિદ્યાશાખાઓ – રાઈફલ, પિસ્તોલ, શોટગન અને રનિંગ ટાર્ગેટ છે. ભારતમાં શૂટિંગ રમતની વધતી જતી લોકપ્રિયતા સાથે ઉભરતા શૂટર્સ આ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવા માટે સખત પ્રયાસો કરી રહ્યા છે.
રમત-ગમતનો વિકાસ : ભારતીય શૂટરોએ તેમની હાજરી દર્શાવી છે અને ઓલિમ્પિક ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, જીછહ્લ ગેમ્સ અને એશિયન ગેમ્સ સહિતની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્‌સમાં સફળતા મેળવી છે. ભારતીય શૂટરો દ્વારા આપવામાં આવેલ ઉત્કૃષ્ટ પ્રદર્શન પૈકીનું એક ૧૯૯૦ માં ૧૪ મી કોમનવેલ્થ ગેમ્સમાં જાેવા મળ્યું હતું જે ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં આયોજિત થયું હતું. પ્રથમ વખત અશોક પંડિતે ન્યુઝીલેન્ડ ખાતે ફ્રી પિસ્તોલ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય શૂટર્સે કુઆલાલંપુરમાં યોજાયેલી ૧૯૯૮ કોમનવેલ્થ ગેમ્સમાં તેમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, તેમણે તેમના સમગ્ર કારકિર્દી દરમ્યાન નેશનલ લેવલના ૩૦૦ મેડલ જીત્યા હતા. કેટલાક ઉત્કૃષ્ટ ભારતીય શૂટરોએ રાજીવ ગાંધી ખેલ રત્ન સહિત સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા છે જેમાં દ્રોણાચાર્ય એવોર્ડ અને અર્જુન એવોર્ડનો પણ સમાવેશ થાય છે. હાલમાં મેજર રાજવર્ધનસિંહ રાઠોડની શૂટિંગ રમતે આજે વિશ્વભરમાં ભારતની ઓળખ બનાવી છે. રાઠોડે ૨૦૦૪ એથેન્સ ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વ્યક્તિગત સિલ્વર મેડલ જીત્યો હતો. ૨૦૦૮માં જ્યારે ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાએ વધુ એક માઈલસ્ટોનને સ્પર્શ કર્યો હતો. અભિનવ બિન્દ્રાએ બેઇજિંગ ઓલિમ્પિકમાં દેશનો પ્રથમ ઓલિમ્પિક વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. કેટલાક દિગ્ગજ ભારતીય શૂટરો જેમણે રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને દેશને ઘણું ગૌરવ અપાવ્યું છે. ગગન નારંગનો પણ સમાવેશ થાય છે. ગગન નારંગે વર્ષ ૨૦૧૨ માં લંડન ખાતે યોજાયેલ સમર ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું હતું. હવે આપણા ગુજરાતનો વારો છે કે દેશની આન, બાન અને શાનને વિશ્વ કક્ષાએ પહોંચાડવા આપણા રમતવીરો ૩૬મી નેશનલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવે અને ગુજરાતનું ગૌરવ વધારે.

error: Content is protected !!