ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની પૂજા

0

ત્રીજુ નોરતું અને માતા ચંદ્રઘંટાની પૂજા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શક્તિ દાયક છે અને કલ્યાણ કારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે અને દશ હાથ છે તેમાં ખડગધારી છે અને તલવાર, ત્રીશુંલ, તિર સુસોભિત છે. માતાજીનું વાહન સિંહનું છે. માતાજીની ઉપાસનાથી અલૌકિક વસ્તુના દર્શન થાય છે અને દિવ્ય સુગંધ નો અનુભવ થાય છે. માતાજીની ઉપાસનાથી બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને જીવનની બધી જ બાધાઓ દૂર થાય જાય છે. માતાજીની ઉપાસના સાવધાન થઈને કરવી અને સાથે ર્નિભય થઈને કરવી જરૂરી છે. માતાજીની ઉપાસનાથી પ્રેતપીડા દૂર થાય છે. સાધનામાં પવિત્રતાનો ખ્યાલ રાખવો જરૂરી છે. માતાજી ચંદ્રઘંટાની ઉપાસનાનો બીજ મંત્રઃ ઓમ ઐ શ્રી શકત્યે નમઃ. માતાજીનું નૈવેદ્ય દૂધમાંથી બનેલ મીઠાઈ અર્પણ કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે.

error: Content is protected !!