ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ રોગચાળો વકર્યો, એક મહિનામાં ૩૪નાં મોત

0

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસ અને તેનાથી થતાં મૃત્યુંઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. એક મહિનામાં જ સ્વાઇન ફ્લૂના કુલ ૧૩૧૫ કેસ નોંધાયા છે જ્યારે ૩૪ વ્યક્તિના મૃત્યું થયા છે. વર્ષ ૨૦૨૨માં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યું થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ(એનસીડીસી) દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં જુલાઇ સુધી સ્વાઇન ફ્લૂના કુલ સત્તાવાર ૨૦૫ કેસ નોંધાયા હતા અને ૧ વ્યક્તિનું મૃત્યું થયું હતું. જાેકે, ઓગસ્ટ માસ દરમ્યાન સ્વાઇન ફ્લૂના કેસ અને મૃત્યુંઆંકમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આ સ્થિતિએ રાજ્યમાં ઓગસ્ટમાં દરરોજના સરેરાશ ૪૨ નવા કેસ સામે આવ્યા હતા અને ૧થી વધુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં સ્વાઇન ફ્લૂના ૨૧૬૪ કેસ-૯૭ મૃત્યું, ૨૦૧૯માં ૪૮૪૪ કેસ-૧૫૧ મૃત્યું, ૨૦૨૦માં ૫૫ કેસ-૨ મૃત્યું અને ૨૦૨૧માં ૩૩ કેસ-૨ મૃત્યું નોંધાયા હતા. આમ, પાંચ વર્ષમાં ૨૮૭ વ્યક્તિ સ્વાઇન ફ્લૂ સામે જીવ ગુમાવ્યો છે. ઓગસ્ટ સુધી સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ-મૃત્યું થયા હોય તેમાં મહારાષ્ટ્ર મોખરે છે.
મહારાષ્ટ્રમાં ૨૬૦૩ કેસ નોંધાયા છે જ્યારે ૧૧૧ વ્યક્તિના મૃત્યું થયા છે. સમગ્ર દેશમાં આ વર્ષે ઓગસ્ટ સુધી સ્વાઇન ફ્લૂના કુલ ૬૮૨૦ કેસ નોંધાયા અને ૧૭૫ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સ્વાઇન ફ્લૂથી જે મૃત્યું થયા છે તેમાંના ૨૦ ટકા માત્ર ગુજરાતમાં છે.

error: Content is protected !!