જૂનાગઢ આહીર કર્મચારી મડંળ દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ આહીર કર્મચારી મડંળ દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ં છાત્રો, વર્ગ ૧,૨માં નિમણૂંક પામેલા અધિકારીઓ, નિવૃત કર્મચારીઓ અને વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આહીર કર્મચારી મંડળની નવી ઓફીસનું સાસંદ પુનમબેન માડમના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરનાં સાસંદ પુનમબને માડમ, માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, તાલાલાના ધારાસભ્ય ભગવાનજીભાઇ બારડ, અધિક કલેકટર એલ.બી. બાભંણીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, દિનેશભાઇ ખટારીયા, મહંત મહાદેવગીરીબાપુ, કોર્પોરેટર કિરીટભાઇ ભીંભા, કનુભાઇ સોરઠીયા સહિતના હાજર રહ્યા હતા અને છાત્રો અને અધિકારીઓને સન્માનિત કર્યાં હતા. આ પ્રસગે ધારાસભ્ય ભગવાનજીભાઇએ બારડે સમયનું મહત્વ, યુવાનોમાં વ્યસન, ઉચ્ચ શિક્ષણ અને સમાજે આવા કાર્યક્રમો વારંવાર કરવા કહ્યું હતું. ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા કહ્યું હતું કે, વટ, વચન અને આશરા વચ્ચે જ સમાજ જીવતો આવ્યો છે. તેમણે માહિતી અને નોલજે સભર બનાવવા અને શિક્ષણમાં દિકરા-દીકરીનું સમાંન્તર સ્તર લાવવા કહ્યું હતું. અધિક કલેકટર એલ.બી.બાભંણિયાએ સમાજની તાકાત, નબળાઇ અંગે પ્રકાશ પાડ્યો હતો અને નિષ્ફળતાને પણ સમાજે બિરદાવવી પડશે તેમ કહ્યું હતું. આ કાર્યક્રમમા ં ચાલું વર્ષે નિવૃત થયેલા ૨૦ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ નિવૃત કર્મચારીઓએ પોતાના કૌશલ્ય પ્રમાણે રોજ એક કલાક કુંટુંબ, ગામ, સમાજ અને રાષ્ટ્રને આપવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. જૂનાગઢ આહીર કર્મચારી મંડળની સ્થાપના વર્ષ ૨૦૧૨મા ં થઇ હતી. દર વચ્ચે પંચામૃત કાર્યક્રમ કરવામા ંઆવે છે. આજ સુધીમાં કર્મચારી મંડળ દ્વારા ૨૨૦૦ વિદ્યાર્થીઓ, ૧૧૦ વર્ગ-૧,૨માં નિમણંુક પામેલા અધિકારીઓ, ૭૦ વિશિષ્ટ સિધ્ધી પામેલા અને ૧૭૨ નિવૃત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે તેમજ મહેમાનોનું શબ્દોથી સ્વાગત ડો.ગીરીશભાઇ કાતરીયાએ કર્યું હતું અને આભાર વિધી મહેન્દ્રભાઈ જાદવે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આહીર કર્મચારી મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!